ધાર્મિક:શ્રી આદિનાથ ભગવાનના દર્શન માટે જૈન સંઘો ઉમટશે

વડોદરા6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તરસાલીમાં 161 વર્ષથી કારતકી ત્રીજે સંઘ આવે છે

તરસાલી શ્રી આદિનાથ જિનાલય ખાતે સોમવારના રોજ ભક્તો દુર દુરથી શ્રી આદિનાથ ભગવાનના દર્શન કરવા પહોચશે. ત્યારે શ્રી તરસાલી તીર્થ યાત્રા કમીટી દ્વારા યાત્રાને લઈને તૈયારીઓ ભાથુ આપવાનું આયોજન કરાયું છે. શ્રી તરસાલી તીર્થ યાત્રા કમિટી અનુસાર, તરસાલી ગામમાં શ્રી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈનોનું પ્રાચીન 352 વર્ષ પૌરાણીક જિનાલય છે. જેમાં મૂળનાયક શ્રી આદિનાથ ભગવાન બિરાજમાન છે.

વર્ષો પહેલા આ જિનાલયમાં ભગવાનની પ્રતિષ્ઠા ફાગણસુદ 6ના રોજ કરાઈ હતી. જ્યારે છેલ્લા 161 વર્ષથી તરસાલી ગામમાં સમસ્ત વડોદરાના જૈન સંઘો કારતક વદ ત્રીજના રોજ યાત્રા માટે આવે છે. ત્યારે ઘણા વર્ષો પૂર્વે જ્યારે વાહન વ્યવહારની વ્યવસ્થા ન હતી ત્યારે ભાવિક ભક્તો બગી,બળદગાડા મારફતે તેમજ પગે ચાલીને દાદાની યાત્રા માટે આવતા હતાં.આજથી લગભગ 162 વર્ષ પહેલા તરસાલી ગામમાં જૈન ભાઈઓના 50 થી 60 ઘરો આવેલા હતાં. સમયાંતરે કેટલાક કુટુંબો બહારગામ જતા રહ્યાં હતાં. તેમ છતા દર વર્ષે કારતક વદ ત્રીજના દિવસે 15 થી 20 હજાર ભક્તો દાદાની યાત્રા માટે આવે છે.

અન્ય સમાચારો પણ છે...