ઉત્સાહ:14 જૂને જગન્નાથજીને 108 કળશથી શાહીસ્નાન કરાવાશે, 1 જુલાઈએ 41મી રથયાત્રા નીકળશે

વડોદરા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ​​​​​​​મંગળવારથી 15 દિવસ ભગવાનના દર્શન બંધ રહેશે

1 જુલાઈ અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાની શહેરમાં 41મી રથયાત્રા નીકળશે. રથયાત્રાનો આરંભ બપોરે 2:30 કલાકે રેલવે સ્ટેશનથી થશે. ભક્તો શંખધ્વનિ અને જયઘોષ સાથે ભગવાનના રથનું દોરડું ખેંચીને રથયાત્રાને પ્રસ્થાન કરાવશે. ઈસ્કોન મંદિરમાં રથયાત્રાના દિવસે સાંજે 5:30 કલાકે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

અષાઢ સુદ બીજ એટલે રથયાત્રાના દિવસે પ્રભુ નગરચર્યા માટે પધારે તે પહેલાં જેઠ સુદ પૂર્ણિમાના દિવસે 14 જૂનના રોજ 108 કળશથી ભગવાનને શાહી સ્નાન કરાવવામાં આવશે. જેઠ સુદ પૂર્ણિમાના દિવસે પ્રભુને શાહી સ્નાન કરાવતાં માન્યતા અને શ્રદ્ધા પ્રમાણે પ્રભુ અસ્વસ્થ થઈ જાય છે, જેથી 15 દિવસ માટે પ્રભુને અલગથી વિશેષ રૂમમાં રહેવું પડે છે. જેથી 14 જૂન મંગળવારથી 15 દિવસ ભગવાનના દર્શન નહીં થઈ શકે. જ્યારે અષાઢી બીજે રથયાત્રાના દિવસે ભગવાન ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરયાત્રાએ નીકળશે.

અન્ય સમાચારો પણ છે...