મુલાકાત:સરદાર એસ્ટેટની ડ્રેનેજ પ્રેશર લાઈન નાખતાં 4 મહિના થશે

વડોદરા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લાઇન પર ડમી મારવાથી સમસ્યા ઊભી થઇ
  • પાલિકાના હોદ્દેદારો-અધિકારીઓની મુલાકાત

સરદાર એસ્ટેટ નજીક ડ્રેનેજ લાઈન ચોકઅપ અને ગંદા પાણીની સમસ્યા સામે આવતા પંપીંગ સ્ટેશન અને ડ્રેનેજ પ્રેશર લાઈન નખાઇ રહી છે. જેમાં હજી 4 મહિના લાગશે. ડ્રેનેજ લાઈન પર ડમી મારવાથી આ સમસ્યા હોવાનું જણાતાં હોદ્દેદારો-અધિકારીઓએ સ્થળ મુલાકાત કરી હતી.

કામગીરી પાછળ રૂ. 5.49 કરોડના ખર્ચે થશે. પૂર્વ વિસ્તારમાં વસ્તી વધતા તેમજ જૂની ડ્રેનેજ પ્રેશર લાઈન જર્જરિત થતા નેટવર્ક બદલવાની જરૂર હતી. પંપીંગ સ્ટેશનની ક્ષમતા વધારાવનું નક્કી કરાયું હતું. ચાલુ કામગીરીમાં ડ્રેનેજ લાઈન પર ડમી મારવાથી ઘણા વિસ્તારોમાં ડ્રેનેજના પાણી બેક મારતા હોવાની સમસ્યા ઊભી થઈ છે.

કેટલાક સ્થળે ગંદુ પાણી પણ આવે છે. ત્યારે નાગરિકો પરેશાન થઈ રહ્યા છે. ત્યારે પરિસ્થિતિનો તાગ મેળવવા સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો. હિતેન્દ્ર પટેલ, સ્થાનિક કાઉન્સિલર, કાર્યપાલક ઇન્જેરો સ્થળ પર દોડી ગયા હતા. આ કામગીરી આગામી જુલાઈ સુધી ચાલનાર છે.

અન્ય સમાચારો પણ છે...