તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઓક્સિજનનાં કાળાબજાર:જય ગઢવીએ 4 સિલિન્ડર ક્યાં વેચ્યાં તેની તપાસ કરાશે

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

મેડિકલ ઓક્સિજન સિલિન્ડરના કાળાબજાર કરનાર અમદાવાદના જય ગઢવીના ક્રાઈમ બ્રાંચે શુક્રવારના રોજ કોર્ટમાં 5 દિવસના રિમાન્ડ માગ્યા હતા. જોકે કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. ક્રાઈમ બ્રાંચ દ્વારા આરોપીએ ગાંધીનગર તાલુકાના કલોલ ખાતે આવેલી મધુરાજ ઈન્ડસ્ટ્રીયલ ગેસ પ્રાઈવેટ કંપનીમાંથી 7 મેડિકલ ઓક્સિજન સિલિન્ડર મેળવ્યાં હતાં, જેમાંથી 4 સિલિન્ડર ક્યાં વેચ્યાં તે અંગે પોલીસ તપાસ કરશે.ક્રાઈમ બ્રાંચે જણાવ્યું કે, જય ગઢવીએ અમદાવાદના અજીત મિલ ચાર રસ્તા પાસેની ધ સ્કોન કંપનીમાંથી પણ મેડિકલ સિલિન્ડરો મેળવી વેચ્યાં હતાં.

આરોપીએ આ મેડિકલ ઓક્સિજન સિલિન્ડરો કયા પુરાવાના આધારે ખરીદ્યાં હતાં અને તેનું વેચાણ ક્યાં કરાયું છે તે અંગે તપાસ કરાઈ રહી છે. જય ગઢવીએ પૂછપરછમાં જણાવ્યું હતું કે, તેના સોર્સ મારફતે તેણે સિલિન્ડર મેળવ્યાં હતાં, તો તે સોર્સ કોણ છે તેની તપાસ કરાઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...