ભાસ્કર વિશેષ:મહિલા અિધકારીને કામવાળીને ઓનલાઇન શોધવાનું ભારે પડ્યું દિલ્હીથી આવેલી બાઇ 39 હજાર એડવાન્સ પગાર લઇ રફૂચક્કર

વડોદરા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગણતરીના દિવસમાં પોત પ્રકાશ્યું, શાકભાજી ખરીદવા ગયેલી બાઇ પરત જ ન ફરી

મકરપુરામાં આવેલા સાંબા વોરીયર્સ આર્મી કેમ્પના મહિલા મેજરેે ક્વીકર ડોટ કોમ પરથી ઘરકામ માટે બાઈ બોલાવી હતી. જોકે બાઈ એડવાન્સ પગાર લઈને નાસી જતા ફરિયાદ નોંધાવી હતી. મેજર મીરા (નામ બદલ્યું છે ) આર્મી કેમ્પમાં ફરજ બજાવે છે અને તેમના પતિ અન્ય રાજ્યમાં આર્મીમાં ઉચ્ચ હોદ્દા પર ફરજ બજાવે છે. જુલાઈ-2022માં મેજર મીરાએ ક્વીકર ડોટ કોમમાં ઘરકામ કરનાર મેડ માટે રીકવેસ્ટ મોકલી હતી. અશોક રાયન નામના વ્યક્તિએ તેમને ફોન કરીને જણાવેલ કે તેમની પાસે એક મેડ છે. જેથી મેજર મીરાએ મેઈડની તમામ વિગતો મેળવીને તેની સાથે વિડીયો કોલ દ્વારા વાત કરી હતી.

મીનુ નામની મેડ જુલાઈ-2022માં દિલ્હીના નિઝામ્મુદિનથી વડોદરા ટ્રેનમાં આવી હતી અને તેની સાથે શીતલ નામની યુવતી પણ આવી હતી. મેજર મીરાએ મીનુને 11 હજાર અને શીતલને ત્રણ મહિનાના પગાર લેખે 28 હજાર રુપિયા ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હતા. શીતલ સારીકા ડોમેસ્ટીક હેલ્પ સર્વીસને લગતા કાગળો આપીને જતી રહી હતી.

બાદમાં 28 જુલાઈએ મીનુ સાંજના સમયે મેજર મીરાની માતા સાથે તરસાલી શાકમાર્કેટમાં શાક લેવા ગયા હતા. ત્યારે શાકભાજી લીધા બાદ થોડી વારમાં આવુ છું તેમ કહીને મીનુ જતી રહી હતી. મોડા સમય સુધી માતા અને મીનુ ઘરે ન આવતા મેજર મીરાએ માતાને ફોન કર્યો હતો. જેથી તેમની માતાએ જણાવ્યું હતું કે, મીનુ ક્યાક જતી રહી છે એટલે તેની રાહ જુવે છે.

મેજર મીરા શાકમાર્કેટમાં જઈને મીનુની તપાસ કરતા તે મળી નહોતી. જેથી ઘરે આવીને તેમણે અશોક રાયને સમગ્ર ઘટના જણાવી હતી. અશોકે તેમને આશ્વાસન આપ્યું હતું કે, તેઓ જલ્દી જ વાતનું સમાધાન લાવશે. જો કે આજદીન સુધી અશોકે વાતનો કોઈ નિવેડો ન લાવતા મેજર મીરાએ 39 હજારની છેતરપીંડીની ફરિયાદ મીનુ, શીતલ અને અશોક રાય વિરુદ્ધ નોંધાવી હતી.

ભેજાબાજોએ વધુ એક ક્ષેત્રમાં ઠગાઇની તરકીબ અજમાવી
સમાન્ય રીતે બેંકીગ સહિતની કામગીરીમાં ભેજાબજ શખ્સો લોકોની સાથે ચેતરપિંડી કરતાં હોય છે પરંતુ હવે ભેજાબાજ શખ્સોએ ધીમેધીમે અન્યક્ષેત્રમાં પણ છેતરપિંડીઓ શરૂ કરતાં લોકોએ પ્રકારની છેતરપિંડીથી બચવા માટે વધુ સતર્કતા દાખવવાની જરૂર છે. પૈસા એડવાન્સમાં આપવામાં આવ્યાં બાદ ભેજાબાજ છેેતરપિંડી કરી ગાયબ થઇ જતા હોય સતર્કતા જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...