આત્મહત્યા:આઈટીના વિદ્યાર્થીની ગળે ફાંસાે ખાઈને આત્મહત્યા

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિદ્યાર્થી વાઘોડિયાની ખાનગી યુનિવર્સિટીમાં આઇટી ડિપ્લોમામાં અભ્યાસ કરતો હતો

વાઘોડિયા રોડ પર આવેલી ખાનગી યુનિવર્સિટીના આઇટીમાં ડિપ્લોમામાં અભ્યાસ કરતા 18 વર્ષના વિદ્યાર્થીએ પોતાના મકાનમાં ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવ સંદર્ભે રાવપુરા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી બનાવનું કારણ જાણવાની તજવીજ હાથ ધરી છે.

પોલીસના જણાવ્યા અનુસાર રાવપુરા ખરીવાવ રોડ પર આવેલી બળવંત બિલ્ડીંગમાં હેમંતભાઈ ચવાણ રહે છે. તેઓના પરિવારમાં પત્ની અને બે પુત્ર હતા. તેમનો 18 વર્ષનો મોટો પુત્ર ધ્રુવ વાઘોડિયા રોડ પર આવેલી ખાનગી હોસ્પિટલમાં આઇટી ડિપ્લોમાના પહેલા વર્ષમાં અભ્યાસ કરતો હતો. તે અભ્યાસમાં હોશિયાર હતો. અભ્યાસની સાથે સાથે તે મલ્ટીમીડિયામાં ડ્રોઈંગ અને સ્કેચ બનાવતો હતો.

બુધવારે વહેલી સવારે તે પોતાના રૂમમાં ગળેફાંસો ખાધો હતો. સવારે પરિવારજનો તેને ઉઠાડવા ગયા હતા. તે સમયે તે ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. બનાવ સંદર્ભે રાવપુરા પોલીસે સ્થળ પર પહોચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે એસ.એસ.જી ખાતે મોકલ્યો હતો. જોકે ધ્રુવે ક્યાં કારણસર આ પગલું ભર્યું છે તે જાણી શકાયું નથી.પોલીસે બનાવ અંગે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...