તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્મરણો:ને ખલીલ એવું થયું કે છેક અંતિમ શ્વાસ પર મોતને વાતોમાં વળગાડીને હું સરકી ગયો

વડોદરા9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • શહેરના કવિ અને શાયરે સ્વ. ખલીલ ધનતેજવી સાથેના તેમના સ્મરણો તાજા કર્યંા

ગુજરાતી અને ઉર્દુ ભાષાના જાણીતા કવિ, ગઝલકાર, શાયર અને લેખક ખલીલ ધનતેજવીનું 82 વર્ષની વયે વડોદરામાં નિધન થયું હતું. ખલીલ ધનતેજવીને ગુજરાતી સાહિત્યના મીર્ઝા ગાલીબ તરીકે ઓળખવામાં આવ્યા છે. ખલીલ ધનતેજવીના નિધનથી સાહિત્ય જગતમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. જ્યારે શહેરના કવિ અને ઉર્દુ શાયર અને ફિલ્મ મેકરે ખલીલ ધનતેજવી સાથેના તેમના સ્મરણો તાજા કર્યા હતા અને તેમના અવસાન માટેનું દુખ વ્યક્ત કર્યું હતું.

મને તેમના હાથની ચા પિવડાવવા ઘરે બોલાવતા
કવિ ભરત ભટ્ટ ‘પવન’: ખલીલ સાહેબ સાથે મારે અવાર નવાર મુશાયરા કરવાનું થતુ હતું. આશરે 40 થી 50 મુશાયરા મે તેમની સાથે કર્યા હશે. જ્યારે પણ તેમને મને મળવાનું સાથે વાત મન થાય ત્યારે તેઓ મને તેમના ઘરે બોલાવતા અને તેમના હાથની બનેલી ચા પિવડાવતા હતા. અટલા મોટા શાયર હોવા છતા પણ તેઓ હંમેશા મારી સાથે મિત્ર જેવો અને નિરાભીમાની વ્યહાર રાખતા હતા.

શાયર અતિફ અનવર બડોદવી
હું ખલીલ સાહેબ સાથે છેલ્લા 15 વર્ષોથી મુશાયરા કરતો હતો. શાયરી જગતમાં મને લાવનારા અને પ્રેરણા આપનાર એ જ હતા. તેમનાથી જ પ્રેરીત થઇને હું શાયર બન્યો છું. તેથી મારા જીવનમાં તેમનો ખુબ સપોર્ટ રહ્યો. કથાકાર મોરારીબાપુ દ્વારા જ્યારે તેમનુ સન્માન કરવામાં આવ્યું ત્યારે સતત 2 થી 3 મિનિટ માટે પ્રેક્ષકોએ તેમના સન્માનમાં તાળીઓ વગાડી હતી.

તેમના દ્વારા સ્ક્રિપ્ટમાં કરેલા ફેરફારથી ફિલ્મ એવોર્ડ જીતી
ધિરૂ મિસ્ત્રી, ફિલ્મ મેકર: ખલીલ સાહેમ મારા ઘણા સારા મિત્ર હતા. તેમને દ્વારા 1974માં બનાવવામાં આવેલી ફિલ્મ ડો. રેખા ખુબજ સુંદર ફિલ્મ હતી. હંુ પર્યાવરણ પર ફિલ્મ બનાવવા માંગતો હતો જેના માટે મે ખલીલ સાહેબને સ્ક્રિપ્ટ લખવા આપી હતી પરંતુ તેઓ સમયના અભાવે લખી શક્યા ન હતા અને મારા ઘરે આવીને મળી ગયા હતા. તેમના સુચન પ્રમાણે કરેલા સ્ક્રીપ્ટમાં ફેરફારને લીધે ફિલ્મને ગુજરાત સ્ટેટ એવોર્ડ મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો