રાજ્ય સરકાર દ્વારા દર્દીઓની સાથે આવેલા તેમના સગાને બે ટાઈમ ભોજન મળી રહે તે માટે એનજીઓ સાથે મળીને વ્યવસ્થા ગોઠવવાની સૂચનાને પગલે હોસ્પિટલ ખાતે આ સેવા કાર્યરત કરવામાં આવી છે. જો કે મફત ભોજન મળતું હોવાને કારણે દર્દીઓના સગા સિવાયના પણ અન્ય નિરાધાર લોકો આ સેવાનો લાભ લેવા જમવા માટે હોસ્પિટલમાં આવતા હોય છે. વૃદ્ધ, બીમાર અને નિરાધાર લોકો હોસ્પિટલ પરિસરને પોતાનું આશ્રય સ્થાન બનાવી લે છે અને પરિસરમાં તેમનું મૃત્યુ નીપજતુ હોય છે. ત્યારે હોસ્પિટલમાં બિન વારસી મૃતદેહ મળ્યાની ઘટનાઓ અવારનવાર બને છે.
આ અંગે હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડોક્ટર રંજનકૃષ્ણ ઐય્યરે જણાવ્યું હતું કે, લગભગ રોજ જુદી જુદી સંસ્થાઓ દ્વારા ભોજન આપવામાં આવે છે. અમે આવા નિરાધાર અને બીમાર લોકો અંગે તેમને તકેદારી રાખવા માટેની સૂચના આપી છે. તેમજ અમે પણ એક વ્યવસ્થા ગોઠવી રહ્યા છીએ કે જેના કારણે દર્દીઓના સગા સિવાયના બહારના લોકો ઓળખી શકાય તેમજ હોસ્પિટલમાં આવતા અન્ય લોકોને પણ આવા નિરાધાર બીમાર વૃદ્ધો અંગે જાણ થાય તો સેવા ભાવના રાખી અને હોસ્પિટલ સત્તાધીશોને જાણ કરે.અત્રે ઉલ્લેખનિય છે કે, અન્ય લોકો આવી સેવાનો લાભ લેતા હોવાથી દર્દીઓના સગાંઓ કેટલીક વખત તેનાથી વંચિત રહી જતાં હોય છે. જો કે જમવા જેવી બાબતે તેઓ કોઇ રજૂઆત કરતાં નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.