તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:નિતનવા સપના સજાવી રાખવાની ટેવ છે, દીપ આંધીમાં જલાવી રાખવાની ટેવ છે

વડોદરા5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • શબ્દસેતુ દ્વારા ઓનલાઇન દીપપર્વ કવિસભાનું આયોજન કરવામાં આવ્યું
 • રોશની બસ રોશની ચારે તરફ છે બહાર પણ ઝળહળે ત્યારે દિવાળી થાય છે
 • આપણા દુઃખ દર્દ ભૂલી, અન્યના દુઃખ દર્દથી મન ખળભળે ત્યારે દિવાળી થાય છે

શહેરની સાહિત્ય અને કલા ક્ષેત્રે દાયકાઓથી કાર્યરત સંસ્થા શબ્દસેતુ દ્વારા નવા વર્ષને આવકારવા ઓનલાઇન દિપપર્વ કવિસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. કવિસભાના પ્રારંભમા કવિ સુંદરમ ટેલરે સ્વ સાહિત્યકાર ફાધર વાલેસને શબ્દસુમન સાથે કાવ્યાંજલિ અર્પણ કરી હતી. આ ઉપરાંત કવી સભામાં દિપપર્વ નિમિતે કવીઓએ રચનાઓ રજૂ કરી હતી. જેમાં કવિઓએ દિવાળીને લઇને ફિલસૂફી અને આધ્યાત્મનો પ્રકાશ ફેલાવ્યો હતો.

ફિલસૂફી અને આધ્યાત્મનું દર્શન કરાવતી કવિઓની માણવા લાયક પંક્તિઓ કૃતનિશ્ચયી થઇ તિમિર ઉલેચીએ નૂતન પર્વ ઉરથી આવો વધાવીએ છે અમાસની રાતનો અંધાર હો એક શ્રદ્ધાનો દિવો પ્રગટાવીએ - ડો. વિરંચી ત્રિવેદી

કહે છે દિપક રાત પાલી કરી છે હવેલી સજાવી રૂપાળી કરી છે વહેતી હવાને તિમિરનો તકાજો સહીને અગન જાત કાળી કરી છે - ડો. દિના શાહ

અંધારાને હડસેલવા દીપક સદા મથતો રહ્યો, એક છેક છેલ્લા શ્વાસ સુધી જાતથી બળતો રહ્યો - રાજુ નાગર

દિવાળીના દીવા દિલમાં કરજો દોષ દંભને દેખાડો બાળજો દૂરથી વંદન કરીને કોરોનાના હૂમલા પાળજો વચન હૃદયથી પાળજો - ગિરિરાજ બ્રહ્મભટ્ટ

ઉંબરિયે ટોડલે ઘેર ઘેર પ્રગટાવો દીવડાની હાર પછી હાર પર્વોના રાજાને અવસર પ્રકાશનો આજે સોના ની સવાર - જયેશ ઠક્કર

રંગોળી પૂરીને આંગણ દીપાવીએ અમાસી અંધારા ઉજાસે ભરીયે વ્યવહારિક જીવન મધુર બનાવીએ - કિરણ પંચાલ

લાવ અંતરમાં હવે દિવો કરુ એજ આંજી આપશે, ઝળહળ મને વ્યર્થ માનું દુરની સૌ યાતરા સાવ નીકટનું મને તીરથ મળે - સુંદરમ્ ટેલર

કોડિયામાં રાત અજવાળી હતી બારસાખો એટલે કાળી હતી ઉત્સવો આ ઓટલે વરસોવરસ ગોખલામાં સહેજ, દિવાળી હતી - ભરત ભટ્ટ, પવન

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો