વંદે ભારત ટ્રેન:પ્રથમ દિવસથી જ 96% મુસાફરો સાથે કાર્યરત થઇ

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • તેજસ ટ્રેનના ખાનગીકરણને લોકોએ જાકારો આપતાં ખાલીખમ
  • અગાઉ જાહેર તેજસના 119 રૂટનું ખાનગીકરણ અટકાવાયું

ભારતની પ્રથમ સેમી હાઈ સ્પીડ ટ્રેનનો ત્રીજો રેક વેસ્ટર્ન રેલવેમાં ગાંધીનગરથી મુંબઈ સેન્ટ્રલ વચ્ચે 1 ઓક્ટોબરથી કાર્યરત થયો છે. આ ટ્રેનને નાગરિકોનો ભારે પ્રતિસાદ મળ્યો છે અને ટ્રેન પ્રથમ દિવસથી 96 ટકા પ્રવાસીઓ સાથે ચલાવવામાં આવી રહી છે.

રેલ્વે દ્વારા કરાયેલા ખાનગીકરણને આડકતરી રીતે લોકોએ જાકારો આપ્યો છે. તેજસ જેવી ટ્રેનનો અસ્વીકાર કર્યો છે તેમ જણાય છે. રેલ્વે દ્વારા પણ પાર્લામેન્ટમાં આ અંગે રજૂઆત કરી અગાઉ જાહેર કરેલા 119 રૂટનું ખાનગીકરણ અટકાવી દીધું છે. ત્યારે વંદે ભારત જેવી ટ્રેનના ઊંચા ભાડાને પગલે મુસાફરો તેનો સ્વીકાર કરશે કે કેમ તે અંગે ચર્ચા ઊભી હતી. પરંતુ બે દિવસથી ટ્રેન 96 ટકા ઉપરાંત પ્રવાસીઓ સાથે ચાલી રહી છે તેમ રેલવે જણાવે છે. જ્યારે ઇનોગ્રલ રનમાં પણ વડોદરાથી 33 જેટલા મુસાફરો મુંબઈ ગયા હતા.

લોકોએ સુવિધા-સ્પીડનો સ્વીકાર કર્યો છે
વંદે ભારત ટ્રેનની સુવિધા આકર્ષક છે અને ટ્રેનની ગતિ પણ મન મોહી લે તેવી છે. બંને વસ્તુઓનો લોકોએ સ્વીકાર કર્યો છે તેથી ટ્રેનમાં 100 ટકા કહી શકાય તેટલું રિઝર્વેશન થઈ રહ્યું છે. ટ્રેન ભારતમાં બનેલી છે તે રેલવે માટે પણ ગૌરવની વાત છે. > પ્રદીપ શર્મા, પી.આર.ઓ, વડોદરા રેલવે

અન્ય સમાચારો પણ છે...