તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના ઘટ્યો, લાઈનો યથાવત્:રોજના 1500 મરણ દાખલા ઇશ્યૂ, ધસારો વધતાં એક કલાકનું વેઇટિંગ

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
શિયાબાગ સ્થિત પાલિકાની જન્મ-મરણ નોંધણી કચેરી ખાતે દાખલા લેવા માટે લાંબી લાઈનો લાગી રહી છે. - Divya Bhaskar
શિયાબાગ સ્થિત પાલિકાની જન્મ-મરણ નોંધણી કચેરી ખાતે દાખલા લેવા માટે લાંબી લાઈનો લાગી રહી છે.
  • શિયાબાગ સ્થિત કચેરીમાં સવારથી કતાર
  • નોંધણી બાદ માત્ર 3 નકલ મળે છે, વધુ માટે જન્મ મરણ નોંધણી કચેરીનો ધક્કો

કોરોનામાં વધેલા મૃત્યુઆંકને પગલે હવે મરણ દાખલા મેળવવા માટે શિયાબાગ સ્થિત જન્મ મરણ નોંધણી કચેરીમાંથી રોજ 1500 દાખલા ઇશ્યુ થઇ રહ્યાં છે. લોકોને ધસારો વધતાં એક કલાકનું વેઇટિંગ રહે છે. પાલિકા દ્વારા ડિજિટલ ઇન્ડિયા અંતર્ગત જન્મ અને મરણના દાખલા માટે પણ ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ કરાયું હતું. પરંતુ તેમાં માત્ર ત્રણ જ સર્ટીફીકેટ મળતા હોવાથી વધુ નકલો માટે શિયાબાગ ખાતેની પાલિકાની જન્મ મરણ અને લગ્ન નોંધણી કચેરી ખાતે લોકોને ધક્કા ખાવા પડી રહ્યા છે.

કોરોના સંક્રમણ ની સ્થિતિમાં જન્મ મરણ નોંધણીની કચેરી લાંબો સમય બંધ રહી હતી.પાલિકા દ્વારા જન્મ અને મરણના સર્ટીફીકેટ ઓફિસ ખાતે રજીસ્ટ્રેશન કરવામાં આવતું હતું તેમાં સુધારો કરી લોકોને વધુ સુવિધા મળે તે હેતુથી ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ કર્યું હતું.એટલું જ નહીં વોર્ડ ઓફિસ ના બદલે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં નોંધણી કરવાની શરૂઆત કરવામાં આવી હતી ત્યારે લોકો વોર્ડ ઓફિસમાં નોંધણી કરવા જાય ત્યારે ખબર પડતી હતી કે જન્મ કે મરણની નોંધણી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કરવી પડશે અને તેથી લોકો ને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જવું પડતું હતું.

જન્મ કે મરણ હોસ્પિટલમાં થયું હોય તો ડોક્ટર દ્વારા જ તેનું રજિસ્ટ્રેશન ઓનલાઇન કરવાનો નિયમ બનાવવામાં આવ્યો હતો અને જેનું ઘરે મૃત્યુ થયું હોય તેવા વ્યક્તિના પરિવારજનો મુશ્કેલીમાં મુકાઈ જતા હતા હોવાથી આવી બાબતને ધ્યાનમાં રાખી પાલિકાએ ઓનલાઇન રજિસ્ટ્રેશનમાં ફેરફાર કરી બે અલગ અલગ ફોર્મ ભરવાનું નક્કી કર્યું હતું.

ઓનલાઇન રજિસ્ટ્રેશન બાદ રજિસ્ટ્રારના સહી સિક્કા વાળા માત્ર ત્રણ ઓરીજીનલ ડેથ સર્ટિફિકેટ મળતા હોવાથી લોકોને વધુ ડેથ સર્ટિફિકેટ ની કોપી જોઈતી હોય છે તે મેળવવા શિયાબાગ સ્થિત જન્મ મરણ નોંધણી કચેરીમાં લોકોની લાંબી કતારો લાગે છે અને 1 વ્યક્તિને 1 કલાક સુધી રાહ જોવી પડે છે. જન્મ મરણ નોંધણી અધિકારી હસમુખ પટેલે જણાવ્યું હતું કે હાલમાં 1500 જેટલી નકલ રોજ ઇશ્યૂ કરાઇ રહી છે અને અગાઉ કચેરી બંધ હોવાથી લાઈનો પડી હતી પણ બે ચાર દિવસમાં તેનો ઉકેલ આવી જશે.

અંતિમવિધિ બાદ ડેથ સર્ટિ માટે પણ ફાંફા
સ્મશાન બાદ હવે મરણ દાખલો લેવા માટે પણ લોકોની લાઇનો લાગી છે. કોરોનાની બીજી લહેરમાં સ્મશાનમાં પોતાના સ્નેહીજનોના અંતિમ સંસ્કાર માટે લોકોઅે વેઇટીંગમાં ઉભા રહેવાનો વારો આવ્યો હતો. હવે મરણ દાખલા માટે પણ વેઇટીંગમાં ઉભા રહેવાની સ્થિતી ઉભી થઇ છે. છેલ્લા કેટલાય દિવસથી મરણ દાખલા માટે પણ લાઇનો લાગતાં લોકો પરેશાની ભોગવે છે.

અન્ય સમાચારો પણ છે...