તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:વડોદરાના 546 ગામામો 5749 બેડના આઈસોલેશન સેન્ટર ઉભા કરાયા,રાજયમંત્રીએ મુલાકાત લીધી

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ગ્રામ્ય વિસ્તારમાં આઈસોલેશન સેન્ટર શરૂ કરવામાં આવી રહ્યાં છે. - Divya Bhaskar
ગ્રામ્ય વિસ્તારમાં આઈસોલેશન સેન્ટર શરૂ કરવામાં આવી રહ્યાં છે.
  • સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીઓેને સેન્ટરમાં રાખવામાં આવશે

વડોદરા જિલ્લાના ગામડાઓમાં કોરોનાની બીજી લહેરનો મક્કમતા પૂર્વક સામનો કરવામાં આવી રહ્યો છે.જિલ્લાના ગામડાઓમાં પણ કોરોના વાયરસનું સંક્રમણ વઘ્યું છે ત્યારે જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા કોરોના સંક્રમણને ખાળવા અસરકારક કામગીરી કરવામાં આવી રહી હોવાનું જિલ્લા વિકાસ અધિકારી કિરણ ઝવેરીએ જણાવ્યું છે.આજે રાજ્ય મંત્રીએ યોગેશ પટેલ સાવલી ડેસર તાલુકાની મુલાકાત લીધી હતી.

લોકભાગીદારીથી સેન્ટર શરૂ કરાયા
જિલ્લા વિકાસ અધિકારી કિરણ ઝવેરી એ ઉમેર્યું કે મારૂ ગામ કોરોનામુક્ત ગામ અભિયાન હેઠળ જિલ્લાના 546 ગામોમાં 5749 બેડની સુવિધાના સામુહિક કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. આ સેન્ટરોમાં કોરોનાના સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીઓને આઇસોલેશન હેઠળ રાખવામાં આવે છે જેથી સંક્રમણને ફેલાતું અટકાવી શકાશે.તેમણે ઉમેર્યું કે ગામડાઓમાં જેમના ઘરે આઈસોલેશન થવાની સુવિધા ન હોય તેઓ માટે આ સેન્ટરો આશીર્વાદરૂપ પુરવાર થશે. ગામડાઓમાં લોક ભાગીદારીથી શરૂ કરવામાં આવેલા આ કેન્દ્રોમાં દર્દીઓને દવા, ચા, નાસ્તો તેમજ બે વેળાનું ભોજન આપવામાં આવી રહ્યું છે.આ ઉપરાંત પી.એચ.સી, સી.એચ.સી ના તબીબો દ્વારા આવા દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે.

રસીકરણ તેજ કરાયું
કોરોના ચેપથી બચવા રસી એકમાત્ર ઈલાજ છે ત્યારે વડોદરા જિલ્લામાં ગઈકાલ સુધીમાં ૩.૪૯ લાખ લોકોને રસી મૂકવામાં આવી છે.જિલ્લામાં રસીકરણ કામગીરીને પણ વેગવાન બનાવવામાં આવી છે તેમ તેમણે ઉમેર્યું હતું.વડોદરા જિલ્લામાં આયુષ હેઠળના ૩૬ દવાખાનાઓ મારફત ગામડાઓમાં લોકોને રોગ પ્રતિકારક શક્તિ વર્ધક આર્યુવેદિક દવાઓનું સુદ્રઢ રીતે વિતરણ કરવામાં આવ્યું છે.
વડોદરા જિલ્લાના આઠ તાલુકાઓમાં વર્ગ - ૧ ના અધિકારીઓની લાયઝન અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી છે.આ ઉપરાંત વર્ગ - ૨ ના અધિકારીઓને આઠ થી દસ ગામની જવાબદારી સોંપવામાં આવી છે.જેઓ સામુહિક કોવિડ કેર સેન્ટરમાં દાખલ થતા દર્દીઓને અસરકારક આરોગ્ય સેવાઓ મળી રહે તેના પર ધ્યાન કેન્દ્રિત કરશે.દરેક ગામ દીઠ ગામ આગેવાનોની દસ સભ્યોની સમિતિ બનાવવામાં આવી છે. જે ગ્રામજનોને માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સ જાળવવા સહિત કોવિડનું નિર્ધારિત પ્રોટોકોલ જાળવવામાં મદદરૂપ બનશે.

રાજ્યમંત્રીએ મુલાકાત લીધી
આ અભિયાન હેઠળ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા રાજ્ય મંત્રી મંડળના સભ્યોને જવાબદારી સોંપવામાં આવી છે.જેના ભાગરૂપે નર્મદા વિકાસ રાજ્ય મંત્રી યોગેશ પટેલને વડોદરા જિલ્લાની જવાબદારી સોપવામાં આવી છે. મારૂ ગામ કોરોનામુક્ત ગામ અભિયાન હેઠળ વડોદરા જિલ્લાના ૫૪૬ ગામોમાં કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર્સ ખાતે ૫૭૪૯ બેડની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. રાજ્ય મંત્રીએ આજે સાવલી ડેસર અને વાઘોડિયા તાલુકાની મુલાકાત લઈ ગામડાઓમાં કોરોનાની પરિસ્થિતિની સ્થાનિક વહીવટી તંત્ર સાથે સમીક્ષા કરીને કોરોના મુક્ત ગામડાઓ બને તે માટેના સંનિષ્ઠ પ્રયાસો હાથ ધરવા જણાવ્યું હતું.

રાજ્ય મંત્રીએ જરૂરીૂ માર્ગદર્શન આપ્યું હતું.
રાજ્ય મંત્રીએ જરૂરીૂ માર્ગદર્શન આપ્યું હતું.

મંત્રીએ માર્ગદર્શન આપ્યું
તેમણે જન્મોત્રી હોસ્પિટલ ખાતે રસીકરણ કામગીરીનું નિરીક્ષણ કરવા સાથે સાવલી,ડેસર સી.એચ સી, રાજુપુરા, પાંડુ, મંજુસર અને જરોદ સામુહિક કોવિડ કેર સેન્ટરની મુલાકાત લઈ આઇસોલેશન હેઠળના દર્દીઓને અપાતી સુવિધાઓ અંગે જાત માહિતી મેળવી હતી.ગઈ કાલે મંત્રીશ્રીએ જિલ્લા પંચાયત પ્રમુખ અશોક પટેલ સાથે ડભોઇ તાલુકાના વેગા, સી.એચ.સી ડભોઇ,ચાદોદ, ચનવાડા શિનોર તાલુકાના સેગવા અને કરજણ તાલુકાના વેમારના સામુહિક કોવિડ કેર સેન્ટરની મુલાકાત લઈ દર્દીઓને અપાતી સેવા સારવારની જાણકારી મેળવી તાલુકા તંત્રના અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.