શાંતિ રેલી:બાંગ્લાદેશમાં દુર્ગાપૂજામાં લઘુમતી હિન્દુઓના ધર્મસ્થળો પર હુમલાના વિરોધમાં ઇસ્કોનની રેલી નીકળી, વડોદરા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
ઇસ્કોન દ્વારા બાંગ્લાદેશ હિંસા મુદ્દે શાંતિ રેલ યોજાઇ હતી - Divya Bhaskar
ઇસ્કોન દ્વારા બાંગ્લાદેશ હિંસા મુદ્દે શાંતિ રેલ યોજાઇ હતી
  • શાંતિ રેલીમાં શાસક પક્ષ, વિપક્ષ, સામાજિક સંસ્થાઓ તથા વડોદરાવાસીઓ મોટી સંખ્યામાં જોડાયા

બાંગ્લાદેશમાં દુર્ગાપૂજા વખતે લઘુમતી હિન્દુઓ અને તેનાં ધર્મસ્થળો પર થયેલા હુમલાના વિરોધમાં ઇન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણા કોન્શિયસનેસ(ઈસ્કોન)ના સભ્યોએ 150 દેશમાં દેખાવો યોજવાની જાહેરાત કરી છે, ત્યારે આજે વડોદરા શહેરમાં ઇસ્કોન દ્વારા બાંગ્લાદેશ હિંસા મુદ્દે શાંતિ રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર થકી રજૂઆત કરવામાં આવી હતી.

રેલીમાં શાસક પક્ષ, વિપક્ષના નેતાઓ જોડાયા
ઉલ્લેખનીય છે કે, બાંગ્લાદેશમાં થયેલી હિંસામાં દુર્ગા પૂજા પંડાલો અને બીજા હિન્દુ મંદિરોની સાથે ઈસ્કોન મંદિર પણ કટ્ટરવાદીઓના નિશાના પર આવ્યુ હતુ. પ્લેકાર્ડ બેનર સાથે નીકળેલી આ શાંતિ રેલીમાં શાસક પક્ષ, વિપક્ષ, સામાજિક સંસ્થાઓ તથા વડોદરાવાસીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.

શાંતિ રેલીમાં શાસક પક્ષ, વિપક્ષ, સામાજિક સંસ્થાઓ તથા વડોદરાવાસીઓ મોટી સંખ્યામાં જોડાયા
શાંતિ રેલીમાં શાસક પક્ષ, વિપક્ષ, સામાજિક સંસ્થાઓ તથા વડોદરાવાસીઓ મોટી સંખ્યામાં જોડાયા

ઈસ્કોન મંદિરોને પણ મોટા પાયે નિશાન બનાવાયા
બાંગ્લાદેશના કમિલ્લા જિલ્લામાં દુર્ગાપૂજા વખતે એક પંડાલમાં કુરાનનું અપમાન થયાની અફવા ફેલાઇ હતી. ત્યાર પછી સમગ્ર દેશમાં કોમી હિંસા ફાટી નીકળી હતી. આ હિંસા પાછળ કટ્ટરપંથી સંગઠન જમાત-એ-ઈસ્લામી અને તેના વિદ્યાર્થી સંગઠનનો હાથ હોવાનું કહેવાય છે. આ દરમિયાન તોફાનીઓએ દુર્ગાપૂજા પંડાલો અને હિન્દુ મંદિરોમાં મોટા પાયે તોડફોડ કરી હતી.એટલું જ નહીં, ઈસ્કોન મંદિરોને પણ મોટા પાયે નિશાન બનાવાયા હતા.

ઈસ્કોન મંદિરોને પણ મોટા પાયે નિશાન બનાવાયા હતા
ઈસ્કોન મંદિરોને પણ મોટા પાયે નિશાન બનાવાયા હતા

કાલાઘોડા પંચમુખી હનુમાનથી કલેક્ટર કચેરી સુધી શાંતિ રેલી નીકળી
નોઆખલીમાં ઈસ્કોનના બે સાધુઓની પણ ટોળાએ હત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે, ત્યારે આજે બાંગ્લાદેશ હિંસા મુદ્દે ઇસ્કોન દ્વારા શાંતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. કાલાઘોડા પંચમુખી હનુમાનદાદાના મંદિરથી વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી સુધી શાંતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઇસ્કોન અગ્રણી નિત્યાનંદ સ્વામી, સાંસદ રંજનબેન ભટ્ટ, ધારાસભ્ય સીમાબેન મોહિલે, ડેપ્યુટી મેયર નંદાબેન જોશી, વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહ, વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ, વડોદરા શહેર ભાજપ મહામંત્રી સુનિલ સોલંકી, પૂર્વ વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ સહિતના નેતાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.

શાંતિ રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર થકી રજૂઆત કરવામાં આવી હતી.
શાંતિ રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર થકી રજૂઆત કરવામાં આવી હતી.
અન્ય સમાચારો પણ છે...