તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોવિડ-૧૯ની મહામારીમાં વડોદરા શહેર-જિલ્લા પ્રશાસન તેમજ આરોગ્ય સેવાઓએ આ આપત્તિને પહોંચી વળવા માટે કમર કસી છે. આ કામગીરીના ભાગરૂપે વડોદરા મહાનગર સેવાસદન અને ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી (IRCS) દ્વારા શહેરમાં કોવિડ-૧૯નો સામનો કરવા માટેના આગલી હરોળના લડવૈયાઓ (ફ્રન્ટ લાઇન વૉરિયર્સ)ની એક મોટી ફોજને તાલીમ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.
આ પ્રકારની તાલીમનો પહેલો પ્રયોગ ગત તા.૧૦ મે ૨૦૨૦ને રવિવારના રોજ શહેરના પંડિત દિનદયાળ ઉપાધ્યાય નગરગૃહ ખાતે કરવામાં આવ્યો હતો. જેમાં ૨૩૩ સ્વયંસેવકોએ ભાગ લીધો. સતત ચાર કલાકના સમય ચાલેલી આ તાલીમમાં તાલીમાર્થીઓને કોવિડ-૧૯ના વિવિધ પાસાઓનો વૈજ્ઞાનિક પરિચય આપવામાં આવ્યો હતો.
કોરોના વાઇરસ, તેનાથી થતી કોવિડ-૧૯ બીમારી, રોગ પ્રસરવાની રીત, તેનાં ચિહનો, તેનું નિદાન કરવાની રીત, સારવાર તથા તેનાથી બચવાના ઉપાયો ઉપરાંત અંગત સ્વચ્છતાના ઉપાયોમાં ખાંસી- છીંક ખાતી વખતે સૂક્ષ્મ જીવાણુઓનો પ્રસાર થતો અટકાવવા માટેની રીતભાત, સાબુ કે હૅન્ડ સૅનિટાઇઝર વડે હાથ ધોવાની સાચી પદ્ધતિ, માસ્કનો ઉપયોગ કરવાની વૈજ્ઞાનિક રીત, ઈન્કારેડ થર્મોમીટર વડે ટેમ્પરેચર માપવાની રીત, પોતાનો ચેપ અન્ય વ્યક્તિઓ સુધી ન પહોંચે તે માટે સેલ્ફ ક્વોરન્ટાઇન તથા કોવિડ-૧૯ના દર્દીની સારવાર માટે હૉસ્પિટલમાં કે ઘરે અપનાવવામાં આવતી આઇસોલેશનની પદ્ધતિ, મહામારી સામે લડવા માટે સોશ્યલ ડિસ્ટનિંગનું મહત્વ વગેરેની પદ્ધતિસરની સમજ આપવામાં આવી હતી.
તાલીમમાં દ્રશ્ય - શ્રાવ્ય સાધનના માધ્યમથી તથા મૌખિક રીતે માસ્ક પહેરવાની, હાથ ધોવાની રીત તથા વ્યક્તિગત રક્ષણાત્મક સાધનો (પર્સનલ પ્રોટેક્ટિવ ઈક્વિપમેન્ટ્સ-PPE) પહેરવાની રીતનું નિદર્શન કરવામાં આવ્યું હતું. તાલીમ દરમિયાન મોટી સંખ્યામાં સ્વયંસેવકોની ઉપસ્થિતિ હોઈ કોરોનાને પગલે સલામતી અને સાવચેતીના તમામ પગલાં ઓ લેવાય અને નિયમોનું ચુસ્તપણે પાલન પણ આ તકે કરવામાં આવ્યું હતું.
આ તાલીમનું સંચાલન ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના માનદ્ તબીબ ડૉ.કિરણ શીંગ્લોત, ચેરમેન ડૉ.જગદીશ કામથ તથા વડોદરા મહાનગર સેવા સદનના એપિડેમિયોલૉજી ઑફિસર ડૉ.પીયુષ પટેલે કર્યુ હતુ. તાલીમ કાર્યક્રમમાં મેયર ડૉ.જિગીષાબેન શેઠ તથા રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત વડોદરા શહેરના સ્પેશ્યલ ઓફિસર ઑન ડ્યૂટી ડૉ. વિનોદ રાવે ઉપસ્થિત રહીને તાલીમાર્થીઓને માર્ગદર્શન તથા પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.