તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉતર્યો અમલદાર કોડીનો:પૂર્વ મ્યુનિસિપલ કમિશનર પાસેથી આઈ પેડ,લેપટોપ,હેડફોન પરત મગાયા

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાલિકામાં કહેવત યર્થાથ ઠરી
  • આઈ ટી ડાયરેક્ટરે પીએ પાસે લેખિતમાં ઉઘરાણી કરી

ઉતર્યો અમલદાર કોડીનો એ કહેવતને પાલિકામાં ફરી એક વખત યથાર્થ ઠેરવવામાં આવી છે.મ્યુનિસિપલ કમિશનર સ્વરૂપ પી ની બદલી થતા તેમને ફાળવેલા લેપટોપ આઇપેડ સહિતની મશીનરી પરત માંગવામાં આવી છે અને તેના માટે આઈટી ડાયરેકટર દ્વારા લેખિતમાં ઉઘરાણી કરવામાં આવતા વિવાદ સર્જાયો છે.

તત્કાલિન સ્વરૂપ પી ને અગાઉ આઈપેડ,લેપટોપ, પ્રિન્ટર,કમ્પ્યુટર, હેડફોન ફાળવવામાં આવ્યા હતા.સ્વરૂપ પી ની ગાંધીનગર ખાતે થયેલી બદલી બાદ શાલીની અગ્રવાલે કમિશ્નર તરીકે ચાર્જ લીધો છે.જેના પગલે, પાલિકાના આઈટી ડાયરેકટર દ્વારા મ્યુનિસિપલ કમિશનર કચેરીમાં પત્ર લખી હાર્ડવેર આઇટમ્સ પરત કરવા લેખિતમાં ઉઘરાણી કરવામાં આવી છે.આ પત્રમાં આ તમામ આઇટમ્સ તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર પાસેથી પરત મેળવી આપવા વિનંતી છે તેવી નોંધ પણ આઇટી ડાયરેક્ટર મનીષ ભટ્ટ દ્વારા પત્ર માં મુકવામાં આવતા વિવાદ છંછેડાયો છે.

નવાઈની વાત તો એવી છે કે મ્યુનિસિપલ કમિશનર આઇપેડ કે લેપટોપ પોતાની પાસે રાખે તે સ્વાભાવિક છે પણ પ્રિન્ટર કે રાઉટર તો ઓફિસમાં જ પડ્યું હોય છે ત્યારે તેનો ઉલ્લેખ પણ લેખિત ઉઘરાણીમાં કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...