તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મંજૂરી:IOCL 24 હજાર કરોડના રોકાણ સાથે વડોદરામાં 6 પ્રોજેક્ટ સ્થાપશે

વડોદરા5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કેન્દ્રિય મંત્રીની હાજરીમાં રાજ્ય સરકાર અને કંપની વચ્ચે MOU
  • 25 હજારથી વધુને રોજગારી મ‌ળશે: પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત PM કરશે

IOCL દ્વારા 24 હજાર કરોડના ખર્ચે વડોદરામાં હાઇડ્રોઇજન ઉત્પાદન સહિત 6 પ્રોજેક્ટ સ્થાપશે. જેને પગલે 25 હજારથી વધુ લોકોને રોજગારી મળશે. ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને કેન્દ્રિય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની હાજરીમાં રાજ્ય સરકાર અને IOCL વચ્ચે આ અંગે MOU કરાયા હતા.પ્રોજેક્ટના ખાતમુહૂર્ત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે કરાશે.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, પારદર્શી પોલિસી, ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસને વેગ, ઉદ્યોગોને સાનુકૂળ વાતાવરણને પરિણામે ગુજરાતે કોરોનાકાળ છતાં ચોથા વર્ષે દેશમાં સૌથી વધુ FDI મેળવનાર રાજ્ય તરીકે પ્રથમ ક્રમ જાળવ્યો છે. વડોદરા રિફાઇનરીમાં હાઇડ્રોઇજનનું ઉત્પાદન કરાશે. કેવડિયા, વડોદરા, ગાંધીનગર, અમદાવાદ, ગાંધીધામમાં રાજ્ય નિગમ અને IOCLના પ્રયાસથી હાઇડ્રોઇજન સંચાલિત બસો સાૈ પ્રથમ ગુજરાતમાં શરૂ કરાશે.

આ પ્રોજેક્ટ શરૂ થશે

  • હાઇડ્રોજનનું ઉત્પાદન
  • લુપેક પ્રોજેક્ટ ફોર પેટ્રોકેમીકલ્સ
  • દુમાડ ખાતે એક્રેલીક્સ-ઓક્સો આલ્કોહોલ પ્રોજેક્ટ
  • જેઆર અને દુમાડ ખાતે KHSPL માટેનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર
  • દુમાડ ખાતે લેબ ટીટીએલ સુવિધાનું સ્થળાંતર
  • JR અને હાઈડ્રોજન ડિસ્પેન્સીંગ સુવિધામાં ન્યુ ફ્લેર (જ્વાળા)
અન્ય સમાચારો પણ છે...