તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
શહેર નજીક આવેલી અને સરકાર હસ્તગત ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિ.માં કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓને પગાર ન ચૂકવાતાં કંપની ગેટ પાસે હોબાળો મચાવ્યો હતો. મોટી સંખ્યામાં કર્મચારીઓ ભેગાં થતાં ગેટ પાસે મોટા પ્રમાણમાં સિક્યોરિટી ખડકી દેવાઇ હતી. પોલીસની દરમિયાનગીરીથી સમગ્ર મામલો થાળે પડ્યો હતો. આઇઓસીએલના વડોદરા ખાતે આવેલા પ્લાન્ટમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા કામદારોને પાછલા મહિનાનો પગાર ન અપાતાં મંગળવારે મોટી સંખ્યામાં કામદારો કંપની ગેટ પાસે એકઠા થયા હતા અને પગારની માગ કરી હતી. મૂળ બિહારના કામદાર રામેશ્વર ઓઝાએ કહ્યું હતું કે, છેલ્લા મહિનાનો પગાર અમને નથી અપાયો. મારી સાથે 100 જેટલા લોકો સતત પગારની માગ કરી રહ્યા છે. લોકડાઉન દરમિયાન કરચિયા ખાતે અમારી ભાળ મેળવવા આવ્યું નથી.
કેટલાય દિવસો અમે પાણી પીને કાઢ્યા હતા. કોન્ટ્રાક્ટરને પગારનું પૂછીએ તો સીધું જ, નહિ મળે તેમ કહે છે. આખરે કંપની ગેટ પાસે અમારી રજૂઆત કરવા આવ્યા હતા. પોલીસની દરમિયાનગીરી દ્વારા મામલો થાળે પડ્યો હતો. આઇઓસીએલની અખબારી યાદીમાં જણાવ્યું હતું કે, મંગળવારે પગારની માગણી કરવા આવેલા કોન્ટ્રાક્ટના કર્મીઓનું વેરિફિકેશન કરાશે. ત્યાર બાદ બે-ત્રણ દિવસમાં કંપની દ્વારા પગાર અપાશે. તેની સાથે કંપની મેનેજમેન્ટ દ્વારા કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓને કામ પર પરત આવવા જણાવ્યું હતું.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.