તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દવા પડી છે:શહેરના સૈયદબાપુની એમડી ડ્રગ્સની હેરાફેરીમાં સંડોવણી

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ડ્રગ્સ મગાવવા વિવિધ કોડવર્ડનો ઉપયોગ થતો હતો
  • ડ્રગ્સનો મુખ્ય સપ્લાય વસીમ બલોચ મુંબઈનો હોવાનું ખૂલ્યું

ગોલ્ડન ચોકડી પાસેથી એમડી ડ્રગ્સની સાથે ઝડપાયલો જીમીલ પટેલ એમડી ડ્રગ્સ મુંબઈના મુખ્ય સપ્લાયર વસીમ બલોચ પાસેથી મંગાવતો હતો, ડ્રગ્સ મગાવવા માટે જીમીલ સોશિયલ મીડિયા થકી ‘દવા પડી છે’ ‘દવાનો મેળ ખાય તો કહેજો’ જેવા કોર્ડવર્ડ ઉપયોગ કરતો હતો. અત્યાર સુધી પોલીસને એમડી ડ્રગ્સનો મુખ્ય સપ્લાયર વસીમ બલોચ હાલોલનું હોવાનું માનતી હતી,પરંતું તપાસમાં વસીમ મુંબઈનો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. જીમીલના 1 દિવસના રિમાન્ડ પૂરા થતાં તેને જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે.

એસઓજીએ વધુમાં જણાવ્યું હતું કે, જીમીલની પૂછપરછમાં પોલીસને વડોદરાના લોકલ ડ્રગ્સ સપ્લાયર સૈયદબાપુનું નામ પણ જાણવા મળ્યું છે. પોલીસ સૈયદબાપુને પણ શોધી રહી છે. પોલીસે જણાવ્યું કે, જીમીલના સોશીયલ મીડીયામાં અનેક મેસેજ મળી આવ્યાં છે.જેની પણ પોલીસ તપાસ કરી રહી છે. જીમીલ છેલ્લા 1 વર્ષથી ડ્રગ્સની હેરાફેરીમાં સંડોવાયેલો છે.તેને એન્જિનિયરીંગનો અભ્યાસ કર્યો છે.તેના પિતા સિક્યુરીટી ગાર્ડ અને માતા હોસ્પિટલમાં રીશેપ્શનીસ્ટ છે.

ઉલ્લેખનિય છે કે, ગાંધીનગર સીઆઈડી ક્રાઈમની નાર્કોટીક્સ સેલે બાતમીના આધારે જીમીલ જયેશ પટેલ (રહે-રાજલક્ષ્મી સોસાયટી,જુના પાદરા રોડ)ની ગોલ્ડન ચોકડી પાસે વોચ ગોઠવી ઝડપી લીધો હતો. જીમીલના પેન્ટના ખીસ્સામાંથી નાની પ્લીસ્ટીકની કોથળીમાંથી રૂા.1650ની 0.66 ગ્રામ એમડી ડ્રગ્સ ઝડપાયું હતું. જીમીલે કબુલ્યું હતું કે,વસીમ બલોચ નામના ડ્રગ્સ સપ્લાયર પાસેથી એમડી લાવતો હતો. ઉલ્લેખનિય છે કે, જીમીલ સામે હત્યા અને હત્યાની કોશીષના ગુના વાડી અને ગોત્રી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છે.

અન્ય સમાચારો પણ છે...