વડોદરા શૂટર ફરાર કેસ:શાર્પ શૂટર એન્થોનીને ભગાડવામાં મદદગાર રાજકોટ-મોરબીમાં આર્મ્સ એક્ટના ચાર ગુનામાં સંડોવાયેલ કેતન પંચોલી ઝડપાયો

વડોદરા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
આરોપી ગુજરાત-મધ્યપ્રદેશ બોર્ડરથી ઝડપાયો. - Divya Bhaskar
આરોપી ગુજરાત-મધ્યપ્રદેશ બોર્ડરથી ઝડપાયો.
  • શાર્પશૂટર એન્થોનીને પોલીસ જાપ્તામાંથી ભાગવામાં મદદ કરનાર વધુ એક શખ્સ ગુજરાત-મધ્યપ્રદેશ બોર્ડરથી ઝડપાયો

શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલ હોટલ પૂજામાંથી છોટાઉદેપુર પોલીસના જાપ્તામાં રહેલા શાર્પ શૂટર અનિલ ઉર્ફે એન્થોનીને ભાગવામાં મદદ કરનાર વધુ એક આરોપી કેતન ઉર્ફે સન્ની પંચોલીને વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો છે. વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે અનિલ ઉર્ફે એન્થોનીને પોલીસ જાપ્તામાંથી ભગાડવામાં મદદ કરનાર કેતન ઉર્ફે સન્ની ચંન્દ્રકાંત પંચોલી (રહે. ગાયત્રીનગર સોસાયટી, ક્વાંટ, છોટાઉદેપુર) ગુજરાત-મધ્ય પ્રદેશ બોર્ડર પર આવેલ સોંઢવા ગામે પાસે હાજર છે. જેના આધારે ક્રાઇમ બ્રાન્ચે કેતનની ધરપકડ કરી હતી.

કેતને એન્થોનીને ભગાડવામાં શું ભાગ ભજવ્યો?
અનિલ ઉર્ફે એન્થોનીને છોટાઉદેપુરથી સારવાર માટે વડોદરા લાવવામાં આવ્યો ત્યારે એન્થોનીને પોલીસ જાપ્તામાંથી ભગાડવાના કાવતરાના ભાગરૂપે કેતન તેમજ સાદીક મકરાણી અર્ટિંકા ગાડીમાં છોટાઉદેપુર તરફથી આવ્યા અને એન્થોની તેમજ જાપ્તાના PSI સાથે સયાજી હોસ્પિટલથી સયાજીગંજ ખાતેની હોટલ પુજા પર ઉતાર્યા હતા. આમ કેતન પહેલી જ એન્થોનીને ભગાડવાના કાવતરામાં સામે હતો.

કેતનનો ગુનાહિત ઇતિહાસ
કેતન ઉર્ફે સન્ની પંચોલી અગાઉ વર્ષ 2020માં રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ તથા મોરબી જિલ્લા આર્મ્સ એક્ટ હેઠળના ચાર ગુનામાં પકડાયો હતો. તેમજ વર્ષ 2018માં છોટાઉદેપુર જિલ્લાના કરાલી પોલીસ સ્ટેશનમાં દારૂ રાખવાના પ્રોહીબિશનના ગુનામાં ઝડપાયો હતો.

અન્ય સમાચારો પણ છે...