તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાજપની ‘અમી’ નજર:કથામાં ભાજપના સંગઠન સુધી આમંત્રણ, કોંગ્રેસની બાદબાકી, ભાજપ પ્રમુખ સહિત હોદેદારો હાજર

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મર્યાદિત હાજરીનું કારણ ધરી માત્ર અમી રાવતને જ બોલાવ્યા

પાલિકા દ્વારા આજવા જળાશય ખાતે યોજાયેલી સત્યનારાયણની કથામાં કોંગ્રેસ ના એકમાત્ર નેતાને જ બોલાવતા રાજકીય મોરચે વિવાદનો મધપુડો છંછેડાયો છે.પાલિકા દ્વારા દર વર્ષની પારંપરિક સત્યનારાયણની કથા આજવા ખાતે યોજાઇ હતી અને તેમાં મર્યાદિત કોર્પોરેટરોને હાજર રાખવા તેવી નીતિ નક્કી કરવામાં આવી હતી.જેમાં ,પાલિકાના મુખ્ય પદાધિકારીઓ,સ્થાયી ના સભ્યો અને જે તે સમિતિના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ અને હાજર રાખવા તેવું નક્કી થયુ હતું.

અલબત્ત, પાલિકાના પાણી-પુરવઠા સમિતિ દ્વારા આયોજિત સત્યનારાયણ ભગવાનની કથામાં શહેર ભાજપ અધ્યક્ષ, મહામંત્રી,ધારાસભ્ય તેમજ સાંસદને હાજર રહેવા માટે આમંત્રિત કરાયા હતા, તેના કારણે વિવાદનો મધપૂડો છંછેડાયો હતો.આ કથામાં મર્યાદિત કોર્પોરેટરોને જ હાજર રાખવાના છે તેવું કારણ આપી કોંગ્રેસમાંથી માત્ર અમી રાવતને બોલાવી સિનિયર કોર્પોરેટરોની ધરાર બાદબાકી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...