મુલાકાત:એસટીપીમાં પાવર કોસ્ટિંગ ઘટાડવા કંપનીને આમંત્રણ

વડોદરા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કેનેડાની 36 સભ્યોની ટીમે પ્રોજેક્ટની મુલાકાત લીધી
  • બદામડીબાગની​​​​​​​ સ્માર્ટ સિટી કંટ્રોલ સેન્ટરમાં ટીમ પહોંચી

શહેરમાં બુધવારે કેનેડાથી 36 સભ્યોની ટીમ આવી હતી. જેમાં ટીમ દ્વારા શહેરમાં પાલિકા દ્વારા બનાવવામાં આવેલા સ્માર્ટ સીટી પ્રોજેકટની મુલાકાત લીધી હતી. જેમાં એક કંપનીએ એસટીપીમાં બાયોલોજીકલ ઓક્સિજન ડિમાન્ડનું મોનીટરીંગ કરી પાવર કોસ્ટિંગ ઘટાડી શકાય તેવી વાત મુકતા મ્યુનિસિપલ કમિશનરે તે કંપનીને પાયલોટ પ્રોજેકટ કરવા આમંત્રણ આપ્યું છે. કેનેડાના 36 રાભ્યોના ડેલીગેશન દવારા ગુજરાત રાજયના અમદાવાદ, ગાંધીનગર અને વડોદરા શહેરને પસંદ કરવામાં આવ્યા છે.

કેનેડાના ડેલીગેશને આંતરાષ્ટ્રીય કંપનીઓ માટેની નીતિ અને તકોને સમજવા માટે વડોદરા સ્માર્ટ સીટી પ્રોજેકટ અંર્તગતના પુર્ણ થયેલ કામોનું નિરિક્ષણ કર્યું હતું. જ્યારે આ ઉપરાંત વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ પ્રોજેકટની પણ મુલાકાત લીધી હતી. જ્યારે સમગ્ર ટીમ દ્વારા બદામડીબાગ કાતે આવેલા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની પણ મુલાકાત લેવામાં આવી હતી. ટીમ દ્વારા શહેરના અન્ય સ્થળોની પણ મુલાકાત લેવાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...