5 જાન્યુઆરીના રોજ ડો.મુરલી મનોહર જોશીના જન્મ દિવસની ઉજવણીમાં વડોદરાથી એકતા યાત્રી અને એમ.એસ.યુના પૂર્વ સિન્ડિકેટ સભ્ય દિપક શાહને આમંત્રણ મળ્યું છે. કન્યાકુમારીથી કાશ્મીર સુધીની ભાજપની એકતા યાત્રામાં તેઓ કાશ્મીર સુધી જોડાયા હતાં. કાશ્મીરમાં આતંકવાદ એની ચરમસીમાએ હતો અને આતંકવાદી સંગઠનોએ ઘમકી આપી હતી કે કાશ્મીરના લાલચોકમાં તિરંગો ફરકાવીને બતાવો.
આ ચેલેન્જ ભારતીય જનતા પાર્ટીએ ઉપાડી હતી. ત્યારે ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ ડો.મુરલી મનોહર જોશીની અધ્યક્ષતામાં એકતા યાત્રા નીકળી અને સંયોજક તરીકે નરેન્દ્ર મોદી હતા. આ યાત્રા 18 રાજ્યોમાં ફરી 26 જાન્યુઆરી 1991એ કાશ્મીરના લાલચોક ખાતે હિન્દુસ્તાનનો તિરંગો ફરકાવવામાં આવ્યો હતો. એકતા યાત્રા ઉપર પંજાબમાં પણ હુમલાઓ થયા હતા.
31 વર્ષ પછી ડોક્ટર મુરલી મનોહર જોશીના જન્મ દિવસની ઉજવણીમાં બધા એકતા યાત્રાના કાર્યકર્તાઓને બોલાવ્યા છે. ત્યારે વડોદરામાંથી યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય અને ભાજપાના નેતા દિપક શાહને પણ આમંત્રણ મળતાં તેઓ દિલ્હી જવા રવાના થયા છે. અમદાવાદથી હસમુખભાઈ તથા કચ્છના રુપકુમાર તથા સરદાર નિર્મલસિંહ જોડાયા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.