તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:સલમાનના પાકિસ્તાન કનેક્શન બાદ આર્મીમાં જોડાવાના ઇરાદાની તપાસ

વડોદરા9 મહિનો પહેલા
 • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
 • ભરતી થવા જતાં છેતરાતાં આર્મીનો ડ્રેસ ખરીદ્યો

રેલવે સ્ટેશન પરથી ઝડપાયેલા નકલી આર્મીમેન સલમાનનો આર્મીમાં ભરતી થવાનો ઈરાદો કેમ હતો તેની ઝીણવટભરી તપાસ કરાય તો ચોંકાવનારાં તથ્યો સામે આવી શકે છે, કારણ કે તે ફેસબુક મેસેન્જર ઉપર સાઉદી અરેબિયા, પાકિસ્તાન તથા જમ્મુ-કાશ્મીરના લોકો સાથે સંપર્કમાં હોવાનું ખૂલ્યું હતું. બીજી તરફ આર્મીમાં ભરતી થવામાં છેતરાતાં તેણે આર્મીનો ડ્રેસ ખરીદી લીધો હોવાનું ખૂલ્યું હતું. લશ્કરમાં ભરતી થવા તેણે દલાલને બે લાખ આપ્યા હોવાનો પોલીસ તપાસમાં ઘટસ્ફોટ થયો હતો. જોકે પૈસા લઈ દલાલ ફરાર થઈ ગયો હતો.
આર્મીમાં ભરતી થવાનો સલમાનનો ઈરાદો કેમ હતો તેની હવે ઝીણવટભરી તપાસ
રેલવે સ્ટેશન પર શ્રમિક સ્પેશિયલ ટ્રેનમાંથી ઝડપાયેલા નકલી આર્મી મેન મોહમ્મદ સલમાનને પોલીસે 6 દિવસના રિમાન્ડ પર લઇ વિવિધ મુદ્દા પર તપાસ આરંભી છે. પોલીસ તપાસમાં હકીકત બહાર આવી હતી કે, સલમાનનું લશ્કરમાં ભરતી કરવાનું સપનું હતું, પરંતુ તેની હાઈટના કારણે બે વખત તે લશ્કરમાં ભરતી થતાં રહી ગયો હતો. દરમિયાન તેનો ભેજાબાજ સાથે ભેટો થઈ ગયો હતો. તેણે સલમાનને 6.50 લાખમાં લશ્કરમાં ભરતી કરાવી આપીશ તેવી લાલચ આપી હતી. જોકે બે લાખ લઈ દલાલ ફરાર થઈ ગયો હતો, જેથી સલમાન મુશ્કેલીમાં મુકાયો હતો અને તેણે તેના ઘરના લોકોને તે આર્મીમાં ભરતી થઈ ગયો છે તેમ જણાવી ઘર છોડીને નીકળી ગયો હતો અને વાપી તેમજ અમદાવાદની હોટલમાં વેઇટર તરીકે કામ કરતો હતો. આર્મીમાં ભરતી થવાનો સલમાનનો ઈરાદો કેમ હતો તેની હવે ઝીણવટભરી તપાસ થવી જરૂરી છે, કારણ કે પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે, સલમાનના ફેસબુક મેસેન્જરના આધારે સાઉદી અરેબિયા, પાકિસ્તાન અને જમ્મુ-કાશ્મીરના સંપર્કો હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો