તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોર્ટમાં રજૂ:ધર્માંતરણ કેસમાં સલાઉદ્દીનના બેંક ખાતા અને ટ્રાન્જેકશનોની તપાસ

વડોદરા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 2 દિ’ના રિમાન્ડ પૂરા થતાં કોર્ટમાં રજૂ કરાયો

યુપીના ધર્માંતરણના મામલામાં ફંડિંગ કરવાના મુદ્દે પકડાયેલા વડોદરાના સલાઉદ્દીન શેખે તેના ટ્રસ્ટ દ્વારા વિદેશમાંથી 4 વર્ષમાં મેળવેલા 10 કરોડનો ઉપયોગ હવાલા કારોબારીઓ મારફતે ધર્માંતરણની પ્રવૃત્તિમાં કર્યો હોવાનું બહાર આવતાં યુપી એટીએસે તેના બેંક ખાતા અને ટ્રાન્જેકશનોની તપાસ શરુ કરી હતી. બીજી તરફ તેના 2 દિવસના રિમાન્ડ પુરા થતાં તેને અદાલતમાં રજુ કરાયો હતો.

યુપી એટીએસનાં સૂત્રોએ જણાવ્યું હતું કે, શહેરના સલાઉદ્દીન જૈનુદ્દીન શેખ વડોદરામાં અમેરિકન ફેડરેશન ઓફ મુસ્લિમ ઓફ ઇન્ડિયન ઓરિજન ચેરિટેબલ ટ્રસ્ટ ચલાવતો હતો અને તેની સંસ્થા એએફએમઆઇ દ્વારા 4 વર્ષની અંદર ઉમર ગૌતમની સંસ્થા ઇસ્લામિક દાવાહ સેન્ટર અને ફાતિમા ચેરિટેબલ ટ્રસ્ટને 10 કરોડનું વિદેશી ફંડ આપ્યું હતું જેથી પોલીસે તેને શરુઆતમાં 7 દિવસ અને ત્યારબાદ 2 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. સૂત્રોએ જણાવ્યું હતું કે, સલાઉદ્દીનના ટ્રસ્ટના બેંક ખાતાઓની ઝીણવટભરી તપાસ કરાઇ રહી છે. બેંક ખાતાઓના આધારે તેના ટ્રાન્જેકશનોની તપાસ કરાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...