તપાસ:25 લાખના દારૂ પ્રકરણની તપાસ છાણી PIને સુપરત

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફતેગંજના બૂટલેગર જાવેદ અને તેના ભાઇ રિયાઝની શોધખોળ
  • સયાજીગંજ-તાલુકા પોલીસને દૂર રખાઇ : ગોડાઉન માલિકને તેડું

શહેરમાં રવિવારે ગૃહ રાજ્ય મંત્રીની મુલાકાત ટાણે જ સ્ટેટ મોનિટરિંગ સેલે સયાજીગંજમાં કમાટીપુરામાં દરોડો પાડી 4 લાખના દારૂ સહિતના મુદ્દામાલ સાથે 3ને પકડ્યા બાદ સેવાસીના દારૂના ગોડાઉનમાંથી પણ અંદાજે દારૂની 190 પેટીઓ મળીને 25.13 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને બૂટલેગર બંધુ જાવેદ દૂધવાળા અને તેના ભાઇ રીયાઝની શોધખોળ આદરી હતી. સયાજીગંજ પોલીસ અને તાલુકા પોલીસની મહેરબાનીથી બંને સ્થળે દારુનો વેપલો થઇ રહ્યો હતો.જેથી સમગ્ર મામલાની તપાસ છાણી પીઆઇ આર.ડી.મકવાણાને સોંપાઇ હતી. પોલીસે વધુ પુછપરછ માટે ગોડાઉનના માલીક ગિરીશ ડાહ્યાભાઇ પટેલને પણ બોલાવ્યો છે.

રવિવારે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીની વડોદરાની મુલાકાત ટાણે જ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા સયાજીગંજ પોલીસ સ્ટેશનની હદમાંથી કમાટીપુરામાં દરોડો પાડી અંદાજીત 4 લાખનો દારૂ પકડ્યો હતો. જે બાદ સેવાસીમાં આવેલા ગિરીશ ડાહ્યાભાઇ પટેલના ગોડાઉનમાં જાવેદે વધુ દારુનો જથ્થો છુપાવ્યો હોવાની બાતમી મળતાં સ્ટેટ મોનિટરીંગ સેલે 20 લાખનો કબજે કરી હતી. પોલીસે જાવેદ અને તેનો ભાઇ રીયાઝને વોન્ટેડ જાહેર કરી શોધખોળ આદરી હતી. તપાસ છાણી પીઆઇને સોંપાતા તેમણે સોમવારે સાંજથી તપાસનો દોર સંભાળી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...