તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
શહેરમાં કોરોનાના કેસોની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે ત્યારે કેટલાક દિવસથી સંભવિત સુપર સ્પ્રેડર એવા શાકભાજીના ફેરિયાનું સ્ક્રીનિંગ કરાઈ રહ્યું છે. બુધવારે વધુ 1126 ફેરિયાનું સ્ક્રીનિંગ કરાયું હતું, જેમાં તરસાલીના એક ફેરિયાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, તા.13ના રોજ વધુ 1126 ફેરિયાનું સ્ક્રીનિંગ કરાયું હતું અને તેમાં 14 અનફિટ મળ્યા હતા, જ્યારે 5નાં સેમ્પલ લેવાયાં હતાં. 6 દિવસમાં 11,538 લોકોનું સ્ક્રીનિંગ કરાયું હતું અને 163 લોકોને હોમ ક્વોરન્ટાઇન કરાયા હતા. 6 દિવસમાં લેવાયેલાં 37 સેમ્પલમાં વધુ એક પોઝિટિવ આવ્યો હતો. 13મીના રોજ તરસાલી મણિનગરના જયેશ વણકરનો રિપોર્ટ પોઝિટિવ આવતાં સોસાયટીમાં સેનેટાઈઝેશન કરાયું હતું. શહેરમાં દરેક વહીવટી વોર્ડ દીઠ 500 જેટલા શાકભાજીના ફેરિયા ફેરી કરી રહ્યા છે અને 50 ટકા એવા છે કે જેઓ સયાજીપુરાથી કે અન્ય જગાએથી શાક, ફ્રૂટ લાવીને વેચી રહ્યા છે. મોટાભાગના ભંગારિયા પાસે લારી કે હાથ રિક્ષા હોવાથી શાક લાવવામાં સરળતા રહે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પાલિકા સંભવિત સુપર સ્પ્રેડર એવા શાકભાજીના ફેરિયાઓનું સ્ક્રીનિંગ કરાવે છે, જેમાંથી અનફિટને અલગ તારવે છે, જ્યારે શંકાસ્પદ હોય તેવા ફેરિયાઓના રિપોર્ટ કરાવવામાં આવે છે.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.