તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:મસ્જિદોના ફંડિંગમાં પાકિસ્તાન કનેક્શન અંગે તપાસ શરૂ, સલાઉદ્દીનના સાગરીત મન્સુરીને ભૂજ લઈ જવાયો

વડોદરા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કચ્છ-ભૂજ પાકિસ્તાનની બોર્ડર સાથે જોડાયેલા હોવાથી ત્રાસવાદી ષડ્યંત્રનું આયોજન હતું કે કેમ તેની તપાસ

સલાઉદ્દીન શેખે આફમી ચેરીટેબલ ટ્રસ્ટના બેંક ખાતામાંથી કચ્છના ભૂજમાં 6 મસ્જિદ બનાવવા 40 લાખ મોકલ્યા હોવાનો ઘટસ્ફોટ થયો હતો. જેની તપાસ કરવા પોલીસની એક ટીમ દ્વારા ભૂજમાં ધામા નખાયા છે. જેમાં પોલીસ સલાઉદ્દીનના સાગરીત હુસેન મન્સુરીને પણ સાથે લઈ ગઈ છે. બીજી તરફ 40 લાખનું ફંડ ભૂજમાં કોને અપાયું હતું તેમજ કોના દ્વારા ફંડ મોકલાયું હતું, તે દિશામાં પોલીસની ટીમ તપાસ કરી રહી છે. બીજી તરફ પાકિસ્તાનની બોર્ડર પાસે આવેલા કચ્છ-ભૂજમાં મસ્જિદો બનાવવા પાછળ પાકિસ્તાન કનેક્શન છે કે કેમ તે અંગે સુરક્ષા એજન્સીઓ તપાસ કરી રહી છે.

સુરક્ષા એજન્સીઓ દ્વારા કચ્છ-ભૂજ બોર્ડર પરથી હરામીનાળા ઉપરાંત બોર્ડર પરથી અવાર-નવાર ઘૂષણખોરી પણ થતી હોય છે. આ સંજોગોમાં ભૂજ ખાતે 6 નવી મસ્જિદો બનાવવા પાછળ આરોપીઓનું કોઈ ત્રાસવાદી ષડયંત્ર ઊભું કરવાનું કાવતરું હતું કે કેમ તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે. ઉલ્લેખનિય છે કે, પોલીસ દ્વારા મુઝીબ અલીમહંમદ મેમણ (મેમણ કોલોની, સુરલ બીટ તા.ભૂજ) તથા ઉમર ઉર્ફે મુસ્તાક રહેમતુલ્લા મેમણ (ભીડનાકા બહાર, સીતારા ચોક, ભૂજ) અને મહંમદ મુસ્તાક બચુભાઇ શેખ (ભીડનાકા બહાર, સીતારા ચોક)ની પૂછપરછ કરીને કઇ મસ્જિદ તૈયાર કરવામાં સલાઉદ્દીન તરફથી કેટલી રકમ મોકલાઇ હતી અને તેઓ કેવી રીતે સંપર્કમાં હતા તે સહિતના મુદ્દા પર તપાસ કરાઇ હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.

લખનઉ ગયેલી પોલીસની 2 ટીમો ખાલી હાથે પરત
ધર્માંતરણ મુદ્દે યુપી એટીએસ દ્વારા સલાઉદ્દીન શેખ અને ઉમર ગૌતમ વિરુદ્ધ ઉત્તરપ્રદેશમાં ફરિયાદ દાખલ કરાવી હતી. જે બાદ બંને આરોપીની ધરપકડ પણ થઈ હતી. બીજી તરફ સલાઉદ્દીન શેખ દ્વારા કરોડો રૂપિયા પોતાના ટ્રસ્ટ દ્વારા અને હવાલા મારફતે મેળવ્યા હતા, જેની તપાસ વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ કરાઈ રહી છે. પોલીસની 2 ટીમ બંને આરોપીઓનો કબજો મેળવવા યુપી પહોંચી હતી. જોકે શુક્રવારે બંને ટીમ બંને આરોપીઓનો કબજો મેળવ્યા વગર પાછી ફરી હતી.

અન્ય સમાચારો પણ છે...