તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શોધખોળ:બિચ્છુ ગેંગના મુન્ના તડબૂચ સહિત 6ની મહારાષ્ટ્ર-મધ્યપ્રદેશમાં તપાસ

વડોદરા21 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • મુન્નાનાં મધ્ય ગુજરાતનાં આશ્રયસ્થાનો પર પણ પોલીસની શોધખોળ
 • તડબૂચ પકડાય તો ગુનાખોરીની ચોંકાવનારી વિગતો બહાર આવશે

નામચીન બિચ્છુ ગેંગના મહત્ત્વના સાગરીત મુન્ના તડબૂચની મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં શોધખોળ કરાઈ રહી છે, પરંતુ તે ભૂગર્ભમાં ઊતરી જતાં મુન્ના સહિત ફરાર 6 આરોપીના હજુ કોઇ સગડ મળતા નથી.

બિચ્છુ ગેંગના ગુંડાઓ સામે ગુજસીટોકનો ગુનો નોંધાયા બાદ પોલીસની ઘોંસ વધતાં ગેંગનો મહત્વનો સાગરીત મુન્નો તડબુચ શહેર છોડીને ફરાર થઇ ગયો હતો. સૂત્રોએ જણાવ્યું હતું કે, મુન્ના તડબુચ સહિત 6ની ટેક્નિકલ સર્વેલન્સના આધારે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં તપાસ કરાઇ રહી છે. પોલીસ વડોદરા ઉપરાંત મધ્ય ગુજરાતના તેના આશ્રયસ્થાનોની તપાસ કરીને ત્યાં પણ તેની શોધખોળ કરી હતી, પણ તેની કોઇ માહિતી મળી શકી ન હતી.

ઉલ્લેખનિય છે કે, મુન્નો તડબુચ ઉર્ફે મહમદ હુસેન જાકીરહુસેન શેખ સામે 1998થી 20 ગુના અને છેલ્લા 10 વર્ષમાં 5 ગુના નોંધાયેલા છે. પોલીસે તેની મિલકતોની તપાસ કરતાં તેની પાસે અંદાજે 3 કરોડથી વધુની મિલકતો હોવાનું બહાર આવ્યું હતું જેમાં એક ફાર્મ હાઉસ તથા કન્સ્ટ્રકશન સાઇટ, નવાપુરામાં દુકાન અને એક ઇનોવા કાર હોવાનું પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. મુન્નો તડબુચ પકડાય તો ગુનાખોરીની દુનિયાની ચોંકાવનારી માહિતીઓ બહાર આવી શકે છે.

બોડિયાની નામી-બેનામી મિલકતોની તપાસ તેજ
પોલીસ સૂત્રોમુજબ, બિચ્છુ ગેંગનો લીડર અસલમ બોડિયો હાલ પોલીસના 15 દિવસના રિમાન્ડ પર છે ત્યારે તેની મિલકતોની તપાસ તેજ ચાલી રહી છે. તેની મિલકતોનું વેરિફિકેશન તથા બેંકના નાણાકીય વ્યવહારો,તેના નામે અને તેના સગાઓના નામે રહેલી મિલકતને પણ શોધાઇ રહી છે. અસલમ બોડિયાના રિમાન્ડ પૂરા થવામાં હવે ગણતરીના દિવસો બાકી છે, જેથી પોલીસ ઝડપથી તેની પૂછપરછ કરી મિલકતોની તપાસ કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો