તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અમદાવાદના ગોડાઉનમાં ગેરકાયદે કેમિકલનું પ્રોસેસ કરતી વખતે થયેલા બ્લાસ્ટમાં 12 લોકોનાં મોત થયાં હતાં. આ ઘટના બાદ રાજ્ય સરકારે તમામ જિલ્લામાં ઔદ્યોગિક એકમોમાં ગેરકાયદે રીતે કોઈ પ્રવૃત્તિ ચાલે છે કે કેમ તે તપાસવા માટેના આદેશ આપ્યા હતા. જેને પગલે કલેક્ટર કચેરી દ્વારા 3 દિવસમાં શહેર-જિલ્લાનાં 258 એકમોમાં તપાસ હાથ ધરી હતી, જેમાંથી 21 એકમોને નોટિસ ફટકારી હતી.
લાઇસન્સ ન હોવા સહિતની ક્ષતિ ઝડપાતાં કાર્યવાહી
કલેક્ટરના જણાવ્યા અનુસાર એસડીએમની અધ્યક્ષતામાં કુલ 6 ટીમો બનાવવામાં આવી હતી. જેમાં ટીડીઓ, પોલીસ ઈન્સ્પેક્ટર, મામલતદાર સહિતના અધિકારીઓનો સમાવેશ કરાયો હતો. આ ટીમો દ્વારા શહેર-જિલ્લામાં સોમવારથી ગુરુવાર સુધીમાં 258 એકમો ચેક કરાયાં હતાં. જેમાં જુદા જુદા ડિપાર્ટમેન્ટના વાંધા જેમ કે ફાયર સેફ્ટી, જીપીસીબી તેમજ ફેક્ટરી ઇન્સ્પેક્ટર વગેરે વિભાગોના લાઇસન્સ ન હોય કે વિભાગના નિયમોનું પાલન કરાતું ન હોય તેવા 21 એકમો ડિફોલ્ટર તરીકે નોંધાયા હતા. જેમને નોટિસ અપાઈ હતી. આ અંગેનો રિપોર્ટ સરકારને પણ સોંપાયો છે.
તંત્રની રહેમ નજર હેઠળ ગેરકાયદે એકમો ધમધમે છે
કલેક્ટર તંત્ર દ્વારા 21 એકમોને નોટિસ અપાઈ છે. જોકે આ એકમો વિરુદ્ધ કોઈ પગલાં ભરાશે કે કેમ તે અંગે સવાલો ઊભા થયા છે. જ્યારે સરકારી અધિકારીઓનાં સૂત્રો મુજબ શહેર-જિલ્લામાં અનેક ગેરકાયદે એકમો છે. જેમાં ફાયર સેફ્ટિનાં સાધનો ન હોવા, પ્રદૂષિત પાણી નદીઓમાં છોડવું જેવી ગેરકાયદે પ્રવૃત્તિ કરાઈ રહી છે. જોકે તંત્રની રહેમ નજર હેઠળ ત્યાં પગલાં ભરાતાં નથી. નંદેસરી તેમજ અન્ય ઔદ્યોગિક એકમોમાંથી નીકળતું પ્રદૂષિત પાણી મહીમાં છોડાતું હોવાની અનેક ફરિયાદો છે, જેના કારણે ખેતરોમાં ખેડૂતો પાક પણ લઈ શકતા નથી.
પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.