ગોરખધંધો:સલાઉદ્દીને ધર્માંતરણ માટે આપેલા 10 કરોડમાં હવાલા ઓપરેટરો સામે તપાસ

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
તસવીર: સલાઉદ્દિન. - Divya Bhaskar
તસવીર: સલાઉદ્દિન.
  • યુપી એટીએસ દ્વારા પૈસાની લેવડ દેવડની ખોજ આરંભાઈ
  • ઇસ્લામિક દાવાહ સેન્ટર- ફાતિમા ચેરિટેબલ ટ્રસ્ટને 10 કરોડનું વિદેશી ફંડ મળ્યું હતું

યુપીના ધર્માંતરણના મામલામાં ફંડિંગ કરવાના મુદ્દે પકડાયેલા વડોદરાના સલાઉદ્દીન શેખે તેના ટ્રસ્ટ દ્વારા વિદેશમાંથી 4 વર્ષમાં વર્ષમાં રૂા.10 કરોડનો હવાલા કારોબારીઓ મારફતે ધર્માંતરણની પ્રવૃત્તિમાં કર્યો હોવાનું બહાર આવતાં યુપી એટીએસ દ્વારા પૈસાની લેવડ દેવડના મુદ્દે તપાસ શરુ કરી હતી. કયા હવાલા ઓપરેટરો પાસેથી પૈસાની લેવડદેવડ કરાઇ હતી તે મુદ્દે તપાસ ચાલી રહી હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. 10 કરોડનું ફંડ અમેરિકી અને યુકેનાં સંગઠનો તરફથી મોકલાયું હતું.

શહેરના સલાઉદ્દીન જૈનુદ્દીન શેખ વડોદરામાં અમેરિકન ફેડરેશન ઓફ મુસ્લિમ ઓફ ઇન્ડિયન ઓરિજન ચેરિટેબલ ટ્રસ્ટ ચલાવતો હતો. એટીએસની તપાસમાં બહાર આવ્યું હતું કે,યુપીના ચકચારી ધર્માંતરણ કેસમાં ઉમર ગૌતમને ફંડિંગ કરનારો સલાઉદ્દીન શેખ તેની સંસ્થા એએફએમઆઇ દ્વારા 4 વર્ષની અંદર સલાઉદ્દીનની સંસ્થા દ્વારા ઉમર ગૌતમની સંસ્થા ઇસ્લામિક દાવાહ સેન્ટર અને ફાતિમા ચેરિટેબલ ટ્રસ્ટને 10 કરોડ નું વિદેશી ફંડ મળ્યું હતું.

સલાઉદ્દીનના બેંક ખાતાની પણ ચકાસણી
સુત્રોએ જણાવ્યું હતું કે સલાઉદ્દીનના ટ્રસ્ટના બેંક ખાતાઓની ઝીણવટભરી તપાસ કરાઇ રહી છે. બેંક ખાતાઓના આધારે કયાંથી કેટલી રકમ આવી હતી અને કેટલી રકમનો ઉપાડ થયો હતો અને આ રકમ હવાલા દ્વારા કયાંથી મોકલાઇ હતી તે સહિતના મુદ્દે તપાસ કરાઇ રહી છે.

સલાઉદ્દીનના રોકાણો- મિલકતની તપાસ
પોલીસ સુત્રોએ જણાવ્યું હતું કે સલાઉદ્દીને કયાં કયાં રોકાણો કરેલા છે તથા તેની મિલકતોની પણ ઉંડી તપાસ કરાઇ રહી છે. તેણે પોતાના કર્મચારીના નામે મિલકતો ખરીદી હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું તેથી તેની મિલકતોની પણ તપાસ કરાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...