વડોદરા શાર્પ શૂટર ફરાર કેસ:એન્થોનીને પકડવા પોલીસની રાજસ્થાન બોર્ડર સુધી તપાસ, પૂજા હોટલમાંથી પોલીસને ચકમો આપી એન્થોની ભાગ્યો હતો

વડોદરા7 દિવસ પહેલા
  • કૉપી લિંક
આરોપી એન્થોનીની તસવીર - Divya Bhaskar
આરોપી એન્થોનીની તસવીર
  • વડોદરા પોલીસે જાણ કરતાં દાહોદ પોલીસ દ્વારા તપાસ કરાઇ હતી

સયાજીગંજની પૂજા હોટેલમાંથી પોલીસને ચકમો આપી ફરાર થઇ ગયેલા શાર્પ શૂટર અનિલ ગંગવાણી ઉર્ફે એન્થોનીને શોધવા માટે શહેર પોલીસે ભારે પ્રયાસ હાથ ધર્યા છે. દાહોદ પોલીસે છેક રાજસ્થાન બોર્ડર સુધી તપાસ કરી હતી, પરંતુ ચોક્કસ માહિતી અને લોકેશનના અભાવે એન્થોનીનો પતો મળ્યો ન હતો.એન્થોની એક્ટિવા પર ફરાર થયા બાદ વડોદરા પોલીસે દાહોદ પોલીસને જાણ કરી હતી.

દાહોદ એલસીબીએ રાજસ્થાન બોર્ડર સુધી તપાસ હાથ ધરી હતી, પરંતુ ચોક્કસ માહિતી અને ચોક્કસ લોકેશનના અભાવે એન્થોનીનો કોઈ પતો લાગ્યો ન હતો. વડોદરા પોલીસે જણાવ્યું હતું કે, અમારી પાસે પણ ચોક્કસ માહિતી ન હતી. શક્ય છે કે પોલીસ પહોંચતાં પહેલાં તે બીજી તરફ નીકળી ગયો હોય. ત્યાં બે રસ્તા હતા એટલે તે બીજા રસ્તે નીકળી ગયો હોય તેવું બની શકે.

હોટલમાંથી નહીં SSGમાંથી ભાગ્યો છે તેવંુ ખોટું નિવેદન આપવા કીધું હતું, એન્થોની ભાગ્યો હોવાની જાણ કરતાં ડામોર સાહેબે અમને 1 કલાક રાહ જોવા કહ્યું હતું
જ્યારે અમે હોટલમાં પહોંચ્યા ત્યારે એન્થોની હાજર હતો, મે તેને ખાવાનું આપ્યુ હતુ ,મારા દિકરાની તબિયત સારી ન હોવાના કારણે હુ ઘરે જવા માંગતી હતી પણ એન્થોનીએ મને રોકાવા કહ્યું હતું જેના કારણે અમારા બંન્ને વચ્ચે ઝગડો થયો હતો પણ હું અને મારી નણંદ ત્યાથી નિકળી ગયા હતા. અમારા નિકળ્યાના અડધા કલાક બાદ અમને જાણકારી મળી હતી કે એન્થોની ભાગી ગયો છે જેથી એમે ડામોર સાહેબને જાણ કહી હતી.ડામોર સાહેબે અમને 1 કલાક રાહ જોવા કહ્યું હતુ અગાઉ પણ 2 વાર આમ આંટો મારવા ગયો જ છે. જેથી અમે રાહ જોઈ હતી પણ તે પરત ન આવતા ડામોર સાહેબે અમને ખોટુ નિવેદન પણ આપવા કહ્યું હતુ કે એન્થોની પુજા હોટલ નહીં પણ સયાજી હોસ્પિટલમાંથી ભાગ્યો છે. છેલ્લા 5 મહિનામાં ડામોર સાહેબે અમારી પાસે 3 વાર ટુકડે-ટુકડે પૈસા કરીને 30 હજાર લીધા હતા. હાલમાં એન્થોની ક્યા છે તે અંગે અમને જાણકારી નથી પણ તે રાજસ્થાન નહીં તો રતલામ તેની બીજી પત્ની પાસે ગયો હશે. ( અનિલ ઉર્ફે એન્થોનીની પત્ની સુમન સાથે થયેલી વાતચીત અનુસાર)

અન્ય સમાચારો પણ છે...