એજ્યુકેશન:ટેકનોલોજી ફેકલ્ટીમાં થયેલા 32 કરોડના ખર્ચની તપાસ કરો

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પૂર્વ ડીનના નિવૃતિના લાભો અટકાવવાની માગ સાથે ટીટીએફના પ્રમુખ અને સેનેટ સભ્યે આવેદન આપ્યું

એનઆઇઆરએ રેન્કીંગમાં ટેકનોલોજીના પૂર્વ ડીને 32 કરોડ રૂપિયા વાર્પયા હોવાનું ખોટી રીતે દર્શાવ્યું હોવાના ટીટીએફના આક્ષેપો કર્યા છે. પૂર્વ ડીન સામે તપાસ સમિતિ અને નિવૃત્તિના લાભો અટકાવવાની માંગણી કરવામાં આવી છે. એન.આઈ.આર.એફ. એટલે નેશનલ ઇન્સ્ટીટ્યુટ રંકિંગ ફ્રેમવર્ક જે મિનિસ્ટ્રિ ઓફ એજ્યુકેશન, કેન્દ્ર સરકાર માં રેન્ક મેળવવા ફેકલ્ટી દ્વારા જે ડેટા અપલોડ કરવામાં આવ્યો હતો તેમાં છેલ્લા ત્રણ વર્ષ એટલે 2017-2018, 2018-2019 અને 2019-2020 દરમિયાન ફેકલ્ટીમાં અલગ અલગ હેડમાં કુલ 32 કરોડ વાપરવામાં આવ્યા છે તેવું દર્શાવ્યું છે.

ટેકનોલોજી ટીચર્સ ફોરમના પ્રમુખ ડો.કે.વી.આર.મૂર્થી તથા સેનેટ સભ્ય નિકુલ પટેલે યુનિવર્સિટી હેડ ઓફીસ ખાતે બુધવારે આવેદન પત્ર આપ્યું હતું. જેમાં માંગણી કરવામાં આવી હતી કે એનઆઇઆરએફ દરમિયાન ફેકલ્ટી ઓફ ટેકનૉલોજી એન્ડ એન્જીનિયરીંગના ડીન અને સિન્ડિકેટ મેમ્બર ડો. અરુણ પ્રતાપ હતા.

રેન્કીંગ પાછળ 32 કરોડ વપરાયા હતા તો તે અંગે શ્વેત પત્ર યુનિ.દ્વારા આપવો જોઈએ અને નિષ્પક્ષ સમિતિની રચના કરી તેનો હિસાબ આપવો જોઈએ. જ્યાં સુધી આ ખર્ચા ની સાચી હકીકત બહાર ન આવે ત્યાં સુધી ડો. અરુણ પ્રતાપ ના નિવૃતિ ના તમામ લાભો અટકાવી દેવા માં આવે. જેથી ભવિષ્ય માં કોઈ પણ જાત ની ગેરરીતિ જણાય તેમની સામે કાર્યવાહી થઈ શકે.

અન્ય સમાચારો પણ છે...