તપાસ:છબીલ માટે કારની સુવિધા કોણે કરી હતી સહિતના મુદ્દા પર તપાસ

વડોદરા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાનુશાળી મર્ડર કેસના આરોપીને ખાનગી કારમાં દિલ્હી લઇ જવાનો મામલામાં કોલ ડિટેઇલ અને મોબાઈલ લોકેશનની પણ તપાસ શરૂ

રાજ્યના ચકચારભર્યા જયંતી ભાનુશાળી હત્યા કેસના આરોપી છબીલ પટેલને વડોદરા સેન્ટ્રલ જેલમાં રખાયા બાદ તેને દિલ્હીમાં મુદતમાં લઈ જતી વખતે વડોદરાના પોલીસ મુખ્યમથકના જાપ્તાના કર્મચારીઓએ આરોપી પાસેથી 4 લાખ જેટલી રકમ લઇને તેને ફ્લાઈટથી દિલ્હી લઈ જવાના મુદ્દાની ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા તપાસ શરૂ કરાઇ છે.

જેમાં પોલીસ મુખ્યમથકના જાપ્તાના પીએસઆઇ એસી રાઠવા અને કોન્સ્ટેબલ વિરમ નાથા આરોપીને ખાનગી વાહનમાં લઇ ગયા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવતાં બંનેને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરાયા હતા. બીજી તરફ છબીલને ખાનગી કારમાં લઇ જવાની સુવિધા કોણે કરી આપી હતી, તેમાં ડ્રાઇવર તરીકે કોણ કોણ સાથે ગયું હતું અને ક્યાં ક્યાં તેઓ રોકાયા હતા તે સહિતના મુદ્દા પર પણ તપાસ શરૂ કરી દેવાઇ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

સૂત્રોના જણાવ્યા અનુસાર વડોદરા મધ્યસ્થ જેલમાં ચકચારી જયંતી ભાનુશાળી મર્ડર કેસના આરોપી છબીલ પટેલને રાખવામાં આવ્યો હતો. આરોપીને કાયદાકીય કાર્યવાહીના ભાગરૂપે દિલ્હી લઈ જવાનો હતો. જેથી પ્રતાપ નગર ખાતે આવેલા હેડ ક્વાર્ટરમાંથી પોલીસ જાપ્તો માગવામાં આવ્યો હતો. જેમાં એક પીએસઆઈ અને 3 પોલીસ કોન્સ્ટેબલને આરોપીનો જાપ્તો સોંપવામાં આવ્યો હતો. સૂત્રોએ જણાવ્યું હતું કે, આરોપીને લઇને 2 કોન્સ્ટેબલ વડોદરાથી દિલ્હી ફ્લાઈટમાં ગયા હતા અને આ બાબતે કોઈની મંજૂરી લેવાઇ ન હતી.

ત્યારે પીએસઆઇ અને અન્ય એક કોન્સ્ટેબલ ગાડી લઈને દિલ્હી ગયા હતા. ઉપરાંત જાપ્તાના પોલીસ અધિકારીઓએ આરોપી પાસેથી પૈસાનો વહીવટ કર્યો હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. સમગ્ર ઘટના બહાર આવતાં સમગ્ર મામલાની તપાસ ડીસીપી ઝોન-3 ડો.કરણરાજ વાઘેલાને સોંપવામાં આવી હતી.

દરમિયાન શનિવારે થયેલી તપાસના દોરમાં પોલીસ મુખ્ય મથકના પીએસઆઇ એ.સી.રાઠવા અને કોન્સ્ટેબલ વિરમ નાથા આરોપી છબીલ પટેલને ખાનગી વાહનમાં દિલ્હી લઇ ગયા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું જેથી ડીસીપી (વહીવટ) દ્વારા બંનેને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરાયા હતા. ચાલી રહી છે તો સાથે સાથે ફ્લાઇટમાં લઇ જવાયો છે કે કેમ તે મુદ્દાની પણ તપાસ ચાલી રહી છે. જાપ્તા સાથે સંકળાયેલા પોલીસ કર્મીઓના મોબાઇલ કોલ ડિટેઇલ અને મોબાઇલ લોકેશનની પણ માહિતી મગાવાઇ હોવાનું સૂત્રોએ કહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...