તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભૂલ સુધારી:3 સંતાન મુદ્દે વોર્ડ 13ના અપક્ષ ઉમેદવારનું ફોર્મ અંતે અમાન્ય

વડોદરા21 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ઉમેદવારને રૂબરૂ બોલાવી ચુકાદાની જાણ કરાઇ
 • ત્રીજંુ સંતાન નવેમ્બર 2006માં જનમ્યું હોવાથી નિયમ નડ્યો

પાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી પત્રોની ચકાસણી અને પરત ખેંચાયા ની મુદત પૂરી થતાં સુધીમાં વોર્ડ નંબર 13 માં એક અપક્ષ ઉમેદવાર કે જેને ત્રીજુ સંતાન નવેમ્બર 2006માં જનમ્યું હોવા છતાં તેનાથી અંધારામાં રહેલા ચૂંટણી અધિકારીએ પણ બુધવારે ઉમેદવારને બોલાવીને ઉમેદવારનું ફોર્મ અમાન્ય કરતો ચુકાદો હાથમાં પકડાવ્યો હતો.

પાલિકાના 19 ઇલેક્શન વોર્ડની 76 બેઠક માટે ફોર્મ ચકાસણીની પ્રક્રિયા પૂરી થયા બાદ તેની પરત ખેંચવાની કાર્યવાહી મંગળવારે બપોરે 3:00 વાગે પૂરી થઈ હતી આ કાર્યવાહી પૂરી થયા બાદ 280 ઉમેદવારો ચૂંટણી ચિત્રમાં રહ્યા હતા. આ દરમિયાનમાં પાલિકાના ઇલેક્શન વોર્ડ નંબર 13 કે જેના ચૂંટણી અધિકારી વોર્ડ નંબર 15 ના પણ છે અને તેમણે ભાજપના બળવાખોર અપક્ષ ઉમેદવાર દિપક મધુભાઈ શ્રીવાસ્તવ નું ફોર્મ ત્રણ સંતાનોના મુદ્દે નામંજુર કર્યું હતું.પરંતુ વોર્ડ નંબર 13 માં યશવંત રાવલ નામના અપક્ષ ઉમેદવાર નું ઉમેદવારીપત્ર મંજૂર થયું હતું અને તેમને સંતાન નવેમ્બર ૨૦૦૬માં જન્મેલું હોવાનો દાખલો પણ આપ્યો હોવા છતાં ચૂંટણી અધિકારીની નજરમાં તે આવ્યું ન હતું. જોકે આ મામલો પ્રકાશમાં આવતા વિવાદ સર્જાયો હતો અને વોર્ડ નંબર 13 થી 15 ના ચૂંટણી અધિકારી એવા નાયબ જિલ્લા વિકાસ અધિકારી દીપ્તિ રાઠોડે ફોર્મ ની પુનઃ ચકાસણી બુધવારે કરી હતી અને તેમાં ઉમેદવાર યશવંત રાવલને ચૂંટણી અધિકારીની કચેરીમાં બોલાવવામાં આવ્યા હતા.

આ અપક્ષ ઉમેદવારના ત્રીજા બાળકનો જન્મ નવેમ્બર 2006માં થયો હોવાનો ખુલાસો થતા આખરે યશવંત રાવલનું ફોર્મ અમાન્ય કરવામાં આવ્યું હતું. જેના કારણે, હવે વૉર્ડ ન.13માં 14ના બદલે 13 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ધારાસભ્ય મધુશ્રીવાસ્તવના પુત્ર દિપકને 3 સંતાન હોવાથી વોર્ડ 15માંથી કરેલી ઉમેોદવારી અમાન્ય ઠેરવાઇ હતી.

શરતચૂક થઈ હતી પણ ફોર્મ અમાન્ય કર્યું
વૉર્ડ ન.15ના ફોર્મ ચકાસણી ટાણે થયેલી ધમાલના સંજોગોમાં વૉર્ડ ન.13ના અપક્ષ ઉમેદવાર યશવંત રાવલના 3 સંતાનો બાબતની ચકાસણી શરતચુકથી રહી ગઈ હતી અને બુધવારે આ ઉમેદવારને બોલાવીને ફોર્મ અમાન્ય કરાયું હોવાની રૂબરૂમાં જાણ કરી હતી.> દીપ્તિ રાઠોડ, ચૂંટણી અધિકારી, વૉર્ડ ન.13

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો