રજૂઆત:મોર્નિંગ વોકર્સ માટે બગીચા ખુલ્લા રાખવા રજૂઆત

વડોદરા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શહેર કોંગ્રેસ દ્વારા સવારે 5 વાગ્યાથી 9 વાગ્યા સુધી બાગ-બગીચા ખુલ્લા રાખવા માટે મુખ્યમંત્રીને રજૂઆત કરાઈ છે. કોંગ્રેસે રજૂઆત કરી છે કે, રોગ પ્રતિકારક શક્તિ વધારવા કસરત જરૂરી છે ત્યારે દિલ્હીની જેમ વડોદરામાં પણ બાગ-બગીચા ખોલવામાં આવે. આ અંગે કોંગ્રેસ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું.

શહેરના કોંગ્રેસ પ્રવક્તા એડવોકેટ શૈલેષ અમીને જણાવ્યું હતું કે, કોરોના મહામારીનો ફેલાવો અટકાવવા દેશભરમાં લદાયેલા લોકડાઉનના અંદાજે ૬૫ દિવસ પૂરા થઈ ગયા છે. સતત આટલા લાંબા સમય માટે દેશભરમાં કરાયેલા લોકડાઉન બાદ હાલમાં સરકારે પાન-પડીકી સહિતના વેપાર-ધંધામાં છૂટછાટ આપી છે. કોરોના વાઇરસના સંક્રમણથી કે ફેલાવાથી બચવા માટે વિશ્વભરનું વિજ્ઞાન દરેક વ્યક્તિની રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે સૂચન કરે છે. વૈજ્ઞાનિક મત મુજબ પણ રોગ પ્રતિકારક શક્તિ વધારવા વિટામિન સીની સાથે મોર્નિંગ વોક કે શારીરિક કસરત અત્યંત આવશ્યક છે. આ સંજોગોમાં બગીચા સવારે 5 થી 9 કલાક સુધી ખુલ્લા મૂકવા જોઈએ.

અન્ય સમાચારો પણ છે...