તપાસ:TP 13માંથી નશામાં વપરાતાં ઇન્જેક્શન રસ્તા પરથી મળ્યાં

વડોદરા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફતેગંજ પોલીસે ઇંજેકશન કબજે કરી તપાસ માટે મોકલી આપ્યાં
  • કૈલાસ મંદિર પાસે ઇન્જેક્શન મળતા કન્ટ્રોલ રૂમને જાણ કરાઇ હતી

શહેરના ટીપી 13 વિસ્તારમાં રસ્તે રઝળતાં વપરાયેલા ઇંજેકશનનો સીરીંજો મળી આવતાં અફરાંતફરી મચી ગઈ હતી જેના પગલે ફતેગંજ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને સીરીંજનો કબજો મેળવી તપાસ માટે એફએસએલને મોકલી આપી હતી. ફતેગંજ પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ટીપી -13 વિસ્તારમાં આશીષ પાર્કની પાસે કૈલાશ મંદિર પાસે વપરાયેલા ઇંજેકશનોની સીરીંજ કોઈ ફેંકી ગયું હતું જેની જાણ રહીશે શહેર પોલીસ કંટ્રોલને કરતાં ફતેગંજ પોલીસના પીઆઈ ડીબી વાળા પોલીસ કાફલા સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા.

પોલીસે સીંરીજનો કબજો લઇ તેની તપાસ માટે એફએસએલને મોકલી આપ્યા હતા.ફતેગંજ પીઆઈ વાળાએ જણાવ્યું હતું કે ‘ અમને પોલીસ કંટ્રોલ દ્વારા જાણ થતાં અમે ઘટના સ્થળે પહોંચ્યા હતા પણ આ સીરીંજ ડ્રગ્સ માટે વપરાઈ હોય તે કહેવું મુશ્કેલ છે.એફએસએલની તપાસ બાદ જે સાચી હકીકત બહાર આવી શકશે. આ ઉપરાંત આ વિસ્તારમાં કૂતરાઓ પણ વધુ છે જેથી કૂતરાંઓ પણ રસ્તા પર ખેંચી લાવ્યા હોય તેવું બની શકે.બીજું કે રહીશે પોલીસ કંટ્રોલને ફોન કર્યો હતો તે રહીશે સાથે ફતેગંજ પોલીસને પણ જાણ કરવાની જરૂર હતી.

આ પ્રકરણમાં તમામ પાસાંઓની અમે તપાસ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં વડોદરા નજીક આવેલા સિંઘરોટ ખાતે ડ્રગ્ઝની ફેક્ટરી પકડાઇ હતી તે પ્રકરણમાં સંડોવાયેલા આરોપીઓ અને રસ્તે રઝળથી સીરીંજો વચ્ચે કોઇ કનેકશન છે કેમ ? તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે.

યુવાનોએ ડ્રગ્સ લઇને સિરિંજ ફેંકી હોવાની તબીબે ફરિયાદ કરી હતી
ટીપી -13 વિસ્તારમાં રહેતાં ડો.પ્રવીણ જોશીએ યુવાનોએ ડ્રગ્સ લઇને સીંરીજ ફેંકી દીધી હોવાનો સંદેશો પોલીસ કંટ્રોલને આપ્યો હતો જેના પગલે ફતેંગજ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. જો કે આ સીરીંજો કોણે ફેંકી છે તે અંગેની તપાસ પોલીસ દ્વારા શરૂ કરી દેવાઈ છે.

અગાઉ સમામાં યુવકનું મોત થયું હતું
અગાઉ સમામાં ડ્રગ્સના કારણે યુવકનું મોત થયું હતું. આ બનાવમાં ત્રણની પુછપરછ થઇ હતી તે વેળા ઘટના સ્થળ પાસેથી મોટી સંખ્યામાં સીરીંજો મળી હતી. યુવકને કોણે ડ્રગ્સ આપ્યું તે વિગતો સપાટી પર આવી ન હતી. આ પ્રકરણની તપાસ પાછળથી ડીસીબીને તપાસ સોંપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...