યોગી ડિવાઈન સોસાયટીના સ્થાપક હરિપ્રસાદ સ્વામીજીની અંતર્ધ્યાન લીલાને 26 જુલાઈએ એક વર્ષ પૂર્ણ થશે. આ પ્રથમ વાર્ષિક સ્મૃતિ દિનને આત્મીય કૃતજ્ઞતા મહાપર્વ તરીકે ઊજવવાનું આયોજન પ્રેમસ્વરૂપ સ્વામીની નિશ્રામાં સોખડા ખાતે કરવામાં આવ્યું છે.
આત્મીય કૃતજ્ઞતા મહાપર્વ અંગે ત્યાગ વલ્લભ સ્વામીએ જણાવ્યું હતું કે, હરિપ્રસાદ સ્વામીજીએ 6 દાયકા સુધી સમાજમાં સંપ, સૃહદભાવ, એકતા, આત્મીયતા અને દાસત્વ વર્ધમાન રહે તે માટેની ભાવનાથી રાત-દિવસ અવિરત પરીશ્રમ કર્યો હતો. જેથી તેમના પ્રથમ વાર્ષિક સ્મૃતિદિને ‘આત્મીય કૃતજ્ઞતા મહાપર્વ’ તરીકે ઊજવાઈ રહ્યો છે.
જે અંતર્ગત 26મીએ સવારે આત્મીય સ્મૃતિ મંદિર ખાતે વિશેષ પૂજન કરાશે તેમજ મહાપૂજાનું આયોજન કરાયું છે. સવારે 9:30 કલાકથી કૃતજ્ઞતા મહાપર્વ નિમિત્તે વિશેષ સત્સંગ સમારોહ યોજાશે. જેમાં યુવાનો ભક્તિ નૃત્ય અને કીર્તન આરાધના દ્વારા ભક્તિ અર્ઘ્ય અર્પણ કરશે. આ પ્રસંગે પ્રેમસ્વરૂપ સ્વામી આશીર્વચન આપશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.