તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઇન્ટર્વ્યુ મોકૂફ:પાલિકાની ચૂંટણીને પગલે યુનિ.માં ઇન્ટર્વ્યુ મોકૂફ

વડોદરા25 દિવસ પહેલા
 • કૉપી લિંક

એમ.એસ. યુનિવર્સિટીમાં લાંબા સમય પછી કાયમી ધોરણે ભરતી કરવા માટે 3 મહત્ત્વની પોસ્ટ પર ઇન્ટર્વ્યુ યોજવામાં આવ્યાં હતાં. જોકે કોર્પોરેશનની ચૂંટણીની જાહેરાત થવાના પગલે ઇન્ટર્વ્યુ પ્રક્રિયા મોકૂફ રાખવામાં આવી છે. એમ.એસ. યુનિવર્સિટીમાં ગત 27 મી જાન્યુઆરીના રોજ ચીફ એન્જિનિયર, ડે.રજિસ્ટ્રાર, જોઇન્ટ રજિસ્ટ્રારની જગ્યાઓ માટે ઇન્ટર્વ્યુ રાખવામાં આવ્યાં હતાં.

જોકે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની જાહેરાત થવાને કારણે આચારસંહિતાના નામ પર યુનિવર્સિટી સત્તાધીશોએ હાલ પૂરતી ઇન્ટર્વ્યુ પ્રક્રિયા મોકૂફ રાખવામાં આવી છે.આચારસંહિતા પૂરી થયા પછી નવી તારીખો જાહેર કરીને ઇન્ટર્વ્યુ પ્રક્રિયા યોજવામાં આવશે. યુનિવર્સિટીમાં છેલ્લા કેટલાય સમયથી આ જગ્યાઓ ખાલી છે અને હવાલાના માધ્યમથી કામગીરી ચલાવવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો