સફળતા:બિશ્નોઈ ગેંગના આંતરરાજ્ય દારૂના નેટવર્કને તોડી પડાયું, શહેર પીસીબીએ14 લોકોને પકડ્યા, 15ને પકડવાના બાકી

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સપ્લાયર, ફાઇનાન્સર, ધંધો સંભાળનાર, ગ્રાહકો ખુલ્લા પડાયા

પીસીબીને બિસ્નોઈ ગેંગના આંતરરાજ્ય દારૂના નેટવર્કને તોડવામાં સફળતા મળી છે. બે મહિના તપાસ કરીને ગેંગના મુખ્ય સૂત્રધાર ઘેવર બિસ્નોઈને વડોદરાથી આયોજનપૂર્વક ઝડપી પાડી અત્યાર સુધી આ મામલે 29 પૈકી 14ને ઝડપી પાડ્યા છે.

હરિયાણા, દિલ્હી, ગોવા સુધી વિસ્તરેલા આ નેટવર્કને ભેદવામાં પીઆઈ જે જે પટેલની કુનેહપૂર્વકની કામગીરી સામે આવી છે. શહેરમાં બિશ્નોઇ ગેંગ દ્વારા ચાલતા દારૂના નેટવર્કની તપાસ કરતી પીસીબી દ્વારા ગુનાના મૂળ સુધી પહોંચી તપાસ દરમિયાન મુખ્ય સપ્લાયર સહિત ફાઇનાન્સ કરનાર, આંગડિયાનો હિસાબ રાખનાર, હરિયાણા તેમજ ગોવાથી માલ મોકલનાર ઉપરાંત મુખ્ય સપ્લાયરને ત્યાં રહી ધંધો સંભાળનાર તેમજ વડોદરા શહેરમાં સપ્લાયર પાસેથી માલ લેનાર ઇસમો અને તેમની પાસેથી માલ લેનાર વડોદરા શહેરના નાના નાના બૂટલેગરોને તપાસના મૂળ સુધી પહોંચી ખુલ્લા પાડી 14ને ઝડપી પડાયા છે અને 15ને હજુ પકડવાના બાકી છે.

જેઓની શોધખોળ કરી નેટવર્કમા સંકળાયેલ તમામ આરોપીઓને ઝડપી પડાશે. શહેર પીસીબીએ મૂળ સુધી પહોંચી નેટવર્કને શોધી પ્રોહિબિશનની પ્રવૃત્તિ નાબુદ કરવા પ્રયત્ન કર્યો છે. પીસીબી નજીકના સમયમાં દારૂને ગેરકાયદેસરને ઉત્પાદિત કરતી ડિસ્ટિલરી સુધી પહોંચવાની કવાયત હાથ ધરવામાં આવી છે.

પોલીસ કમિશનર તરીકે ડો.શમશેરસીંગની નિમણૂક બાદ દારૂ અંગેની પ્રવુતિને કડક હાથે ડામી દેવા માટેની સૂચના આપવામાં આવી હતી, જેના ભાગરૂપે પીસીબીને કામગીરી સોંપવામાં આવી હતી.માંજલપુર પોલીસ મથક વિસ્તારમાં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા દરોડો પડ્યા બાદ પીસીબીને આ મામલાની તપાસ સોંપવામાં આવી હતી, જેની તપાસમાં શહેરમાં આયોજનબદ્ધ રીતે ચાલતા દારૂના ધંધામાં સામેલ મોટા બુટલેગરોને ઝડપી પાડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...