ક્રાઇમ:ચેઇન સ્નેચિંગના ચાર બનાવ બાદ 10 શકમંદની પૂછપરછ

વડોદરા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સીસીટીવી ફુટેજની પણ ચકાસણી શરૂ કરાઇ

24 કલાકમાં ચાર અછોડા તોડી હાહાકાર મચારનાર લૂંટારાઓની હજી સુધી કોઇ કડી મળી શકી નથી. પોલીસે ઠેર ઠેર નાકાબંદી કરીને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી 10થી વધુ શકમંદોની પૂછપરછ કરી હતી, પ્રાથમિક તપાસમાં એક જ ટોળકીએ આ કૃત્ય આચર્યું હોવાનું જણાયું છે.

સોમવારે સવારે ન્યૂ વીઆઇપી રોડ ખોડિયાર નગર પાસે મોર્નિંગ વોકમાં નીકળેલી આધેડ મહિલાનો અછોડો તૂટ્યો હતો, રવિવારે સવારે વારસિયા રિંગ રોડના ડિવાઇડર પર ફૂલ તોડવા ગયેલી વૃદ્ધાનો અછોડો આંચકીઆરોપી ફરાર થઇ ગયો હતો. સોમવારે સવારે ન્યૂ સમા રોડ ચૈતન્યધામ સોસાયટી પાસે પગપાળા જતી મહિલાનો અછોડો તોડી ગઠિયો તેના સાગરીત સાથે બાઇક પર ફરાર થઇ ગયો હતો. જ્યારે સોમવારે સવારે જ કારેલીબાગ મુક્તાનંદ સર્કલ પાસે ચાલવા નીકળેલા યુવકની સોનાની ચેઇન તોડી બાઇક પર આવેલા 2 શખ્સ ફરાર થઇ ગયા હતા. ઘટના બાદ પોલીસે સમગ્ર શહેરમાં નાકાબંધી કરીને વાહન ચેકિંગ શરૂ કર્યું હતું.