તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કરિયર ગાઇડન્સ સેમિનાર:ગ્રેજ્યુએશનમાં વિવિધ ક્ષેત્રમાં ઇન્ટર્નશિપ વિદ્યાર્થીને તેની કારકિર્દી માટેનો રસ્તો ઓળખવામાં મદદ કરે છે

વડોદરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • MSU એક્સટેન્શન એન્ડ કમ્યુનિકેશન વિભાગ દ્વારા કરિયર ગાઇડન્સ સેમિનાર યોજાયો
 • પૂર્વ વિદ્યાર્થીઓએ ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશનના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું

એક્સટેન્શન એન્ડ ક્મ્યુનિકેશન કોઇ એક ક્ષેત્ર સુધી સિમિત નથી. એક્સટેન્શન એન્ડ ક્મ્યુનિકેશન કર્યા બાદ કારકિર્દી ઘડવા માટે પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા, રેડિયો ચેનલ, કોર્પોરેટ કમ્યુનિકેશન અને પબ્લિક રિલેશન, ફિલ્મ પ્રોડક્શન અને ફોટોગ્રાફી જેવા ક્ષેત્રમાં જઇ શકાય છે. આ કોઇ પણ ક્ષેત્રમાં જોડાવવા માટે તમારો તે ક્ષેત્ર માટેનો રસ અને સંકલ્પ જરૂરી છે.

જ્યારે એક્સટેન્શન એન્ડ કમ્યુનિકેશનનો અભ્યાસ કરો છો ત્યારે તેથી સાથે જોડાએલા વિવિધ ક્ષેત્રમાં 3 થી 4 મહિનાની ઇન્ટર્નશિપ કરવી જોઇએ જેથી વિદ્યાર્થીને કયા ક્ષેત્રમાં રસ છે તેની જાણ થાય અને ભણતર સમયે જ વિદ્યાર્થી તેની કારકિર્દી ક્યા ક્ષેત્રમાં ઘડવી તેનો રસ્તો મેળવી શકે. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ ફેમેલી એન્ડ ક્મ્યુનિટી સાઇન્સિસના એક્સટેન્શન એન્ડ કમ્યુનિકેશન વિભાગ દ્વારા કરિયર ગાઇડન્સ અને કાઉન્સેલિંગ સેમિનારનું આયોજન 20 થી 22 માર્ચ દરમિયાન કરવામાં આવ્યું હતું.

આ સેમિનારમાં કોલેજના વિદ્યાર્થીઓને ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન પૂરુ કર્યા પછી એક્સટેન્શન એન્ડ કમ્યુનિકેશન ક્ષેત્રમાં કારકિર્દી આગળ વધારવા માટેનું કોલેજના પૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા જ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

એક્સટેન્શન એન્ડ ક્મયુનિકેશન વિભાગના હેડ ડો. અવની મણીયારે જણાવ્યું હતું કે, આ સેમિનારમાં અમારા જ ડિપાર્ટમેન્ટના પૂર્વ વિદ્યાર્થીઓ કે જેઓ હાલમાં પ્રિન્ટ મિડિયા, ઇલેક્ટ્રોનિક મિડિયા, રેડિયો, એડવર્ટાઇઝમેન્ટ અને ફિલ્મ પ્રોડક્શન તેમજ ફોટોગ્રાફી ક્ષેત્રમાં અગ્રેસર છે તેમને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા બોલાવવામાં આવ્યા હતા. ડિપાર્ટમેન્ટના આ પૂર્વ વિદ્યાર્થીઓએ તેમનો અનુભવ ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ કરેલા વિદ્યાર્થીઓ સાથે શેર કરીને રીયલ ફિલ્ડ વિશે માહિતી આપી હતી. આ પ્રોગ્રામનું આયોજન ડો. જાગૃતિ વાડનેરકર અને ડો. ધવલ બક્ષી દ્વારા કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો