તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકારણ:ભાજપ-કોંગ્રેસમાં આંતરિક ડખા, ફેરણીમાં પેનલ સાથે, સોશિયલ મીડિયામાં સિંગલ

વડોદરા19 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ઉમેદવારોની ફરિયાદ અાગળ વોર્ડ પ્રમુખ અને મહામંત્રી લાચાર

પેનલમાં પ્રચાર કરતા ઉમેદવારો સોશિયલ મીડિયા પર સિંગલ પ્રચાર કરી રહ્યા છે. ભાજપ-કોંગ્રેસના ઉમેદવારીની પેનલમાં આંતરિક ડખ્ખા જોવા મળી રહ્યા છે. મોટાભાગના વોર્ડમાં આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. અા અંગેની ફરિયાદો અાગળ વોર્ડ પ્રમુખ અને મહામંત્રી લાચાર બની રહ્યાં છે. પાલિકાના ચૂંટણી પ્રચારની શરૂઆતથી જ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોમાં આંતરિક વિખવાદ જોવા મળી રહ્યો છે. ફેરણી કરવા ે પેનલમાં નીકળતા ઉમેદવારો સોશિયલ મિડિયાના વિવિધ માધ્યમોમાં પોત પોતાનો જ પ્રચાર કરી રહ્યા છે.

ચૂંટણીઓમાં ડોર ટુ ડોર કેમ્પઇન કરતા પણ સૌથી વધારે પ્રચલિત બની ગયેલા સોશિયલ મિડિયા પર ઉમેદવારો પ્રચારને વેગ આપી રહ્યા છે. ઘણા ઉમેદવારો પક્ષમાં ખોટો મેસેજ ના જાય તે માટે તથા સાથી ઉમેદવાર ફરિયાદ ના કરે તે માટે પોતાના સર્મથકોના માધ્યમથી સિંગલ પ્રચાર કરાવી રહ્યા છે. વોર્ડ નંબર 14,13,6,5 માં કોંગ્રેસના ઉમેદવારો પોતાના સોશિયલ મિડિયા એકાઉન્ટમાં સીંગલ ફોટા મૂકીને પ્રચાર કરી રહ્યા છે.

તેવી જ રીતે ભાજપના વોર્ડ નંબર 11,12,6,4 ના ઉમેદવારો દ્વારા પોતાના સોશિયલ મિડિયાના એકાઉન્ટ પર પ્રચાર કરી રહ્યા છે. ભાજપ હોય કે કોંગ્રેસ બંને પક્ષોમાં ઉમેદવારોમાં આંતરીક ડખ્ખા છે. સોશિયલ મિડિયા પર સીંગલ પોસ્ટ કરનારા તથા પોતાનો ફોટોની સાઇઝ મોટી રાખીને અન્ય ઉમેદવારોના નાના ફોટા મૂકીને પણ પોસ્ટ વાઇરલ કરી રહ્યા છે. આ અંગે વોર્ડ પ્રમુખ સહિત મહામંત્રીઓને ફરિયાદો પણ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો