હડતાળ:ડે.CMની ચીમકી છતાં ઇન્ટર્નની હડતાળ જારી

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજ્યમાં ફ્રન્ટલાઈન વોરિયર્સ ઈન્ટર્ન ડોક્ટરોએ સ્ટાઈપેન્ડ વધારા સહિતના પ્રશ્નોના ઉકેલ માટે કામથી અળગા રહેવાનો નિર્ણય કર્યો છે. સોમવારે બરોડા મેડિકલ કોલેજ અને ગોત્રી કોલેજના ઈન્ટર્ન ડોક્ટરોએ બેનર સાથે પ્રદર્શન કર્યું હતું.તેમના જણાવ્યા મુજબ તેઓ કોવિડ અને નોન કોવિડ વોર્ડમાં કામ કરે છે, પરંતુ બીજાં રાજ્યોની જેમ સ્ટાઈપેન્ડની રકમ ઓછી મળી રહી છે. તેઓને હાલમાં સ્ટાઈપેન્ડ 12,800 મળે છે. સરકાર 20 હજાર સુધી સ્ટાઈપેન્ડ ચૂકવે તેમજ 1 વર્ષના બોન્ડને રિમૂવ કરે. ના. મુખ્યમંત્રીએ હડતાળને ગેરવ્યાજબી ગણાવી ગેરહાજરી પુરાશે તેવી ચીમકી આપ્યા બાદ પણ હડતાળ યથાવત્ રખાશે તેવી માહિતી મળી છે.

અન્ય સમાચારો પણ છે...