કાર્યવાહી:ગર્લફ્રેન્ડ સાથે ઇન્ટિરિયર ડિઝાઇનર પીધેલા ઝબ્બે

વડોદરા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • JP રોડ પર દારૂની મહેફિલમાં પોલીસ ત્રાટકી
  • મહેફિલમાંથી​​​​​​​ અન્ય એક પણ પીધેલો પકડાયો

શહેરના જે.પી.રોડ વિસ્તારમાં એક કોમ્પલેક્સની ઓફિસમાં ગર્લફ્રેન્ડ સાથે દારૂની મહેફિલ માણતાં ઇન્ટરીયર ડિઝાઇનર અને તેના મિત્રની પોલીસે દારૂ સાથે ધરપકડ કરી હતી. ત્રણેવ દારૂ પીધેલા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું.

ગોત્રી પોલીસ મુજબ એલસીબી સ્કવોડ ઝોન-2ને બાતમી મળી હતી કે જૂના પાદરા રોડ પર મેરીલેન્ડ કોમ્પ્લેક્સના બીજા માળે ઓફિસમાં કેટલાક માણસો દારૂની મહેફિલ માણી રહ્યા છે. જેના આધારે એલસીબી સ્કવોડે દરોડા કરતાં ઇન્ટરીયર ડિઝાઈનર ધર્મેશ મહેશભાઈ પટેલ (કૃષ્ણધામ સોસાયટી, વાસણા રોડ), મદન જગદીશભાઈ સુથાર (રાંદલધામ સોસાયટી, ન્યૂ સમા રોડ) અને એક યુવતી દારૂ પીધેલાં મળી આવ્યાં હતાં. તેમની પાસેથી દારૂની બે બોટલ અને બિયરનાં ત્રણ ટીન, મોબાઈલ સહિત કુલ રૂા.21,710નો મુદામાલ જપ્ત કરાયો હતો.

પોલીસે યુવતીને નોટિસ આપીને જવા દીધી હતી અને મંગળવારે તેની ધરપકડ કરવાની ગતિવિધિ હાથ ધરી હતી. જે ઓફિસ હતી તે વિશાલના નામે હતી એમ તપાસમાં બહાર આવ્યું છે. LCB ઝોન-2ના પીએસઆઈ એ.યુ.દિવાને આ પ્રકરણમાં તપાસ હાથ ધરી છે. ધર્મેશ સાથે પકડાયેલી યુવતી તેની મિત્ર હોવાનું સપાટી પર આવ્યું છે. ત્રણેવ નિયમિત આ ઓફિસમાં મહેફિલ માણતાં હતાં કે કેમ તેની તપાસ શરૂ થઇ છે.

અન્ય સમાચારો પણ છે...