કોર્ટનો નિર્ણય:મહેર મલીકની ધરપકડ સામે વચગાળાનો સ્ટે

વડોદરા8 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • રાજ્યના પ્રથમ લવ જેહાદ કેસ ગોત્રીમાં નોંધાયો હતો
  • હાઈકોર્ટની મંજૂરી વિના ચાર્જશીટ પણ દાખલ ના કરવા આદેશ

લવ જેહાદનો કાયદો પસાર થયા બાદ આ કાયદા હેઠળની પ્રથમ ફરિયાદ વડોદરા ખાતે ગોત્રી પોલીસ સ્ટેશનમાં નોંધાતા ભારે ચકચાર મચી જવા પામી હતી. જો કે, ફરિયાદ થયાના થોડા દિવસમાં જ ફરિયાદીએ તેણે આ પ્રકારની કોઇ ફરિયાદ આપી ન હોવાનું જણાવી ફરિયાદ રદ કરવા માટે હાઇકોર્ટમાં દાદ માગી હતી. દરમિયાનમાં આ કેસમાં આરોપી તરીકે નામ આવતાં મહેર મલીકે પણ ફરિયાદ રદ કરવાની દાદ માંગી હોય હાઇકોર્ટે આજે મહેર મલેકની ધરપકડ સામે વચગાળાનો સ્ટે આપ્યો હતો.

એડવોકેટ હિતેશ ગુપ્તાએ જણાવ્યું હતું કે, ફરિયાદમાં નામ આવ્યાં બાદ આ કેસમાં પોતાની કોઇ સંડોવણી ન હોય મહેર મલીકે હાઇકોર્ટમાં ફરિયાદ રદ કરવાની દાદ માંગી હતી. જેની સુનાવણી હાથ ધરાતાં હાઇકોર્ટે આજે મહેર મલીકની ધરપકડ સામે વચગાળાનો સ્ટે આપ્યો હતો. હાઇકોર્ટે આ કેસની પોલીસ તપાસ કરી શકશે પરંતુ હાઇકોર્ટની પરવાનગી વગર ચાર્જશીટ દાખલ ન કરવી તેવો પણ આદેશ કર્યો હતો.સૂત્રો મુજબ બનાવના પગલે ભારે ચકચાર મચી ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...