મુસાફરો અટવાઈ:ઇન્ટરસિટી ટ્રેનનું કપલર તૂટતાં 3 કોચ છૂટા પડી 10 ફૂટ દૂર ગયા

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ-વડોદરા ઇન્ટરસિટી ટ્રેનનું કપલર તૂટી પડતાં એન્જિન 3 કોચ સાથે અન્ય કોચથી છૂટું પડી ગયું હતું. જેને પગલે મોટી સંખ્યામાં મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા. સંખ્યાબંધ ટ્રેનોને તેની અસર થઇ હતી. - Divya Bhaskar
અમદાવાદ-વડોદરા ઇન્ટરસિટી ટ્રેનનું કપલર તૂટી પડતાં એન્જિન 3 કોચ સાથે અન્ય કોચથી છૂટું પડી ગયું હતું. જેને પગલે મોટી સંખ્યામાં મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા. સંખ્યાબંધ ટ્રેનોને તેની અસર થઇ હતી.
  • એક ટ્રેન રદ; બે કલાક રેલ વ્યવહાર ખોરવાયો
  • ટ્રેનના​​​​​​​ બે ભાગ થયા, 15 હજાર મુસાફરો અટવાયા

મંગળવારે બપોરના સમયે અમદાવાદથી વડોદરા આવતી ઇન્ટરસીટી એકસપ્રેસના બે કોચ વચ્ચેનું કપલર કંજરી-બોરીયાવી રેલવે સ્ટેશન ખાતે તૂટી પડતાં ટ્રેનના 2 ભાગ થઇ ગયા હતાં અને એન્જિન સાથે ટ્રેનના 3 કોચ જુદા પડી 10 ફૂટ દૂર પહોંચી ગયા હતા. જેને પગલે વડોદરા-અમદાવાદ વચ્ચેનો રેલ વ્યવહાર બે કલાક સુધી ખોરવાયેલો રહ્યો હતો જ્યારે એક ડઝન કરતાં વધુ ટ્રેનો મોડી પડી હતી. આ ઘટનાને કારણે 15 હજાર જેટલા રેલ મુસાફરો અટવાઈ પડયા હતા.

બપોરના 3-40 વાગે અમદાવાદથી વડોદરા જતી ઇન્ટરસીટી એકસપ્રેસ ટ્રેન વડોદરા તરફ આવી રહી હતી ત્યારે કંજરી-બોરીયાવી રેલવે સ્ટેશન ખાતે ટ્રેનના બે કોચ વચ્ચેનું કપલર તૂટી ગયું હતું. જો કે પેસેન્જરને ઇજા થઇ ન હતી. ટ્રેનમાં કુલ 22 કોચ હતા.રેલ વ્યવહાર સાંજે 5-50 વાગે પુન: શરુ કરવામાં આવ્યો હતો. જેના પગલે અમદાવાદ-વડોદરા વચ્ચે એક ડઝન કરતાં વધુ ટ્રેનો મોડી પડી હતી.

જેથી 15000 રેલ મુસાફરો વિવિધ ટ્રેનોમાં અટવાઈ પડયા હતા. મોડી પડેલી ટ્રેનોમાં સંતરાંગાચી-પોરબંદર, જામનગર ઇન્ટરસીટી, દરભંગા-અમદાવાદ, નવજીવન એકસપ્રેસ, તૂતીકોરીન-ઓખા, રીવા-રાજકોટ, બાન્દ્રા-દિલ્હી ગરીબ રથ, યશવંતપુર-બાડમેર, શતાબ્દી એકસપ્રેસ, અમદાવાદ-કાનપુર, ભાવનગર-કોચુંવેલી અને અમદાવાદ-વડોદરા પેસેન્જરનો સમાવેશ થાય છે.

મુસાફરોને સંકલ્પ ટ્રેનમાં બેસાડાયા
કંજરી-બોરીયાવી રેલવે સ્ટેશન ખાતે ઇન્ટરસીટી એકસપ્રેસનું કપલર તૂટી જતાં અનેક ટ્રેનોને અસર પહોંચી હતી. જેમાં પેસેન્જર ટ્રેનના મુસાફરોને સંકલ્પ ફાસ્ટ પેસેન્જરમાં શિફટ કરવામાં આવ્યા હતા. - પ્રદીપ શર્મા, પીઆરઓ, વડોદરા ડિવીઝન

અન્ય સમાચારો પણ છે...