તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Vadodara
 • Intensive Survey Conducted By Health Department In Vadodara's Jarod Society For Delta Plus Variant 4 Samples Taken, Examination Of 309 People Showed No Symptoms

ડેલ્ટા+ વેરિયન્ટ મહિલાનો કેસ:વડોદરાના જરોદની સોસાયટીમાં આરોગ્ય વિભાગે સઘન સર્વે કર્યો, 4 સેમ્પલ લીધા, 309 લોકોની તપાસમાં કોઇ લક્ષણો દેખાયા નહીં

વડોદરા3 મહિનો પહેલા
 • કૉપી લિંક
જરોદની મહિલાના કોરોના રિપોર્ટમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટ મળી આવ્યા બાદ સોસાયટીમાં સઘન આરોગ્ય સર્વે શરૂ કર્યો(પ્રતિકાત્મક તસવીર) - Divya Bhaskar
જરોદની મહિલાના કોરોના રિપોર્ટમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટ મળી આવ્યા બાદ સોસાયટીમાં સઘન આરોગ્ય સર્વે શરૂ કર્યો(પ્રતિકાત્મક તસવીર)
 • વડોદરા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ટ્રેસિંગની કામગીરી શરૂ કરી દેવાઇ છે
 • સોસાયટીમાં કોરોનાની રસી લેવા પાત્ર કુલ 253 લોકોમાંથી 118નું રસીકરણ થયું છે

વડોદરા જિલ્લાના વાઘોડિયાના જરોદની મહિલાનો એપ્રિલ મહિનામાં કોરોના રિપોર્ટમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટ મળી આવ્યા બાદ સોસાયટીમાં સઘન આરોગ્ય સર્વે સહિત જરૂરી આરોગ્ય તકેદારીના પગલાં અગમચેતીના ભાગરૂપે લેવામાં આવ્યા હતાં. અધિક મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ઉદય ટીલાવતે જણાવ્યું હતું કે, સંબંધિત સોસાયટીને કન્ટેનમેન્ટ અને બફર ઝોનમાં વહેચીને મેડિકલ ઓફિસરની દેખરેખ હેઠળ ચાર ટીમોએ સઘન આરોગ્ય સર્વે કર્યો છે, જે દરમિયાન ચાર સેમ્પલ લેવામાં આવ્યા હતા. 309 લોકોની તપાસ દરમિયાન તાવ, ખાંસી અને શરદી જેવા કોઈ કેસ જણાયા નથી.

જરોદમાં શુક્રવારે 38 વર્ષીય મહિલાના નમૂનાનો વાઇરસ ડેલ્ટા પ્લસ હોવાનું ખૂલતાં આરોગ્ય વિભાગ એલર્ટ થઇ ગયો હતો. શનિવારે આ મહિલા જે સોસાયટીમાં રહેતી હતી ત્યાં જિલ્લા આરોગ્ય વિભાગની 6 ટીમે તપાસ હાથ ધરી હતી. જેમાં સોસાયટીને કન્ટેઇન્મેન્ટ ઝોન અને બહારના વિસ્તારને બફર ઝોન તરીકે વિભાજિત કરી હતી. ટીમોએ સોસાયટીઓનાં ઘરોમાં જઇ દરેક સભ્યની તપાસ હાથ ધરી હતી. કોઇને ખાંસી-શરદી કે તાવનાં લક્ષણ જોવા મળ્યાં ન હતાં. જોકે શંકાસ્પદ 4 લોકોના નમૂના લેવાયા હતા.

આરોગ્ય અધિકારી ડો. ઉદય તિલાવટે જણાવ્યું કે, ‘સોસાયટીનાં 130 ઘરોમાં ચેકિંગ કરી 330 લોકોની તપાસ કરી 4 શંકાસ્પદોના નમૂના લેવાયા હતા. મુખ્ય આરોગ્ય અધિકારીના નિરીક્ષણ અંતર્ગત આ સોસાયટીમાં ટીમ રોજ 5થી 6 લોકોની સ્થિતિ પર નજર રાખશે. ટીમો સોસાયટીમાં પહોંચી ત્યારે ત્યાં મોટાભાગના લોકો પરપ્રાંતિય હોવાથી મુશ્કેલી પડી હતી. ત્યારબાદ કેટલાકને ભાંગ્યું-તૂટ્યું હિન્દી આવડતાં ટીમે કામ શરૂ કર્યું હતું અને પછી લોકોએ સહકાર આપ્યો હતો.

ડેલ્ટા પ્લસ વેરિયન્ટ જે મહિલાનો મળ્યો તેના પરિવારમાં પતિ ઉપરાંત 11 વર્ષનો એક પુત્ર અને 8 વર્ષની પુત્રી છે. એપ્રિલમાં ઘરના તમામના સેમ્પલ મહારાષ્ટ્ર ખાતે લેવાયાં હતાં ત્યારે કોરોનાનાં લક્ષણો નહતાં, પણ સારવાર કરાઇ હતી. પરિવાર 8મી મેના રોજ જરોદ પરત આવ્યો હતો.

કોરોનાની રસી લેવા પાત્ર 253 લોકોમાંથી 118નું રસીકરણ થયું
આ સોસાયટીમાં કોરોનાની રસી લેવા પાત્ર કુલ 253 લોકોમાંથી 118નું રસીકરણ થયું છે. બાકી 135 લોકોનું રસીકરણ કરવામાં આવી રહ્યું છે. 37 લોકોને રસી મૂકી દેવામાં આવી છે. 121 લોકો 18થી ઓછી ઉંમરના છે, જે રસી લેવાને પાત્ર નથી. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના નિરીક્ષણ હેઠળ જરૂરી આરોગ્ય વિષયક પગલાં લેવામાં આવી રહ્યાં છે.

આરોગ્ય વિભાગ દ્વારા ટ્રેસિંગની કામગીરી શરૂ કરી દેવાઇ
સમગ્ર પંથકમાં આ મહિલા ચર્ચાનો વિષય બની ગઇ છે. મહારાષ્ટ્ર સરકાર દ્વારા ગુજરાત સરકારને આ મહિલાનો વાઇરસ ડેલ્ટા પ્લસ હોવાની જાણકારી મળતાં જિલ્લા તંત્ર પણ એલર્ટ મોડમાં મૂકાઇ ગયુ છે. આ મહિલા દર્દી કોના સંપર્કમાં આવી હતી તે સહિતની માહિતી મેળવીને આરોગ્ય વિભાગ દ્વારા ટ્રેસિંગની કામગીરી શરૂ કરી દેવાઇ છે. વાઘોડિયાના જરોદની મહિલાનો એપ્રિલ મહિનામાં કોરોના રિપોર્ટમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટ મળી આવ્યાં બાદ રાજ્ય સરકારનો આરોગ્ય વિભાગ પણ આગામી સમયમાં આવા કોઇ કેસ ન આવે તેની રોકથામ માટે તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. સમગ્ર વડોદરા જિલ્લા તંત્રને એલર્ટ મોડ પણ મૂકવામાં આવ્યું છે.

મહિલા ક્યાં ક્યાં ગઇ હતી અને કોને કોને મળી હતી તેની તપાસ હાથ ધરાઇ
એટલું જ નહીં ડેલ્ટા વેરિયન્ટ ધરાવતી મહિલા ક્યાં ક્યાં ગઇ હતી અને કોને કોને મળી હતી તેની સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. રાજ્ય સરકારના આદેશથી આ મહિલાના ઘરે પહોંચેલી ટીમે તેમની સાથે વિસ્તૃત ચર્ચા કરી હોવાનું જાણવા મળે છે. આ ટીમે મહિલાને તેઓ મહારાષ્ટ્રથી આવીને ક્યાં ક્યાં ગયા હતા અને કોના સંપર્કમાં આવ્યાં હતા તેની તલસ્પર્શી વિગતો મેળવી હતી. આ મુદ્દે મહિલાએ પૂરેપૂરો સાથ સહકાર આપ્યો હતો. આ મહિલાને કોરોના ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરવાની અને બિનજરૂરી રીતે કોઇના સંપર્કમાં ન આવવાની સૂચના આપી હોવાનું જાણવા મળ્યું છે

ડેલ્ટા પ્લસ વેરિયન્ટ શું છે?

 • ડેલ્ટા પ્લસ વેરિયન્ટ કોરોના વાઇરસનું બદલાયેલું સ્વરૂપ છે
 • ડેલ્ટા પ્લસ વેરિયન્ટને શરીરની રોગપ્રતિકારક શક્તિ ઓળખી શકતી નથી તેથી તે વધુ ઘાતક પૂરવાર થઇ શકે છે.
 • જોકે હાલમાં બે જ કેસ મળ્યા છે અને આ બંને દર્દી એસિમ્પ્ટોમેટિક છે.
 • અગાઉથી કોરોનાની એન્ટિ બોડી ડેવલપ થઇ હોય તો પણ ડેલ્ટાપ્લસ વાઇરસ શરીરને અસર પહોંચાડી શકે છે.
 • ડેલ્ટાપ્લસ વેરિયન્ટથી વડોદરામાં હાલના તબક્કે ઘબરાવા જેવું નથી એવું તજજ્ઞોનું અને તંત્રના અધિકારીઓનું કહેવું છે પણ કેસો વધે તો ચિંતામાં વધારો થઇ શકે છે.

સોસાયટીના 135 લોકોએ રસી નથી લીધી
આ સોસાયટીમાં કોરોનાની રસી લેવા પાત્ર કુલ 253 લોકો છે, જે પૈકીના 118 લોકોનું રસીકરણ થઇ ગયું હતું. બાકીના 135ને વેક્સિન લેવા માટેનો અનુરોધ કરવામાં આવ્યો હતો. આરોગ્ય વિભાગ અગ્રતાક્રમ રાખીને આ લોકોનું રસીકરણ કરશે. જ્યારે 121 લોકોની વય 18 વર્ષથી ઓછી હોવાથી તેઓ રસી લેવા પાત્ર નથી.

અન્ય સમાચારો પણ છે...