વડોદરાના હરિધામ સોખડા અક્ષરપુરુષોત્તમ મંદિરનો વિવાદ હવે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ પહોંચ્યો છે. કોર્ટે આ મામલે મહત્વપૂર્ણ હુકમ કર્યો છે, કે વડોદરા રૂરલના પોલીસ વડા આનંદને બંધક બનાવેલ તમામ હરિભક્તોને મુક્ત કરાવે. જે માટે માટેની બસ ટ્રાન્સપોર્ટ સહિતની તમામ વ્યવસ્થા કરવામાં આવે. એટલું જ નહીં પરંતુ બંધક સાધુઓને ગુરુવારે બપોરે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે હાઇકોર્ટ સમક્ષ હાજર કરવામાં આદેશ કર્યો છે.
સોખડા મંદિરમાં130 સાધ્વીઓ અને 400 જેટલા સાધુ/હરિભક્તોને ગેરકાયદેસર રીતે બળજબરી પૂર્વક ગોંધી રાખવામાં આવ્યા હોવાની રજુઆત કોર્ટ સમક્ષ કરાઈ છે. જે અંગે કોર્ટે સામા પક્ષના સાધુઓને નોટિસ ફટકારી છે. સાથે જ બંધક સાધુઓને 21 એપ્રિલ, એટલે કે ગુરુવારે બપોરે અઢી વાગ્યે વડોદરાની કોર્ટમાંથી વીડિયો કોન્ફરન્સિંગ મારફતે હાજર રાખવા હુકમ કર્યો છે. ઉપરાંત અરજદારે ખર્ચ પેટે રૂ. ૨.૫ લાખ જમા કરાવવાના રહેશે.
સોખડા મંદિર ટ્રસ્ટના પ્રેસિડેન્ટ અને ગુરુ સ્વામી શ્રીહરિપ્રસાદજીનું નિધન તથા મંદિરના વહીવટી મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે. સ્વામી પ્રેમસ્વરૂપ દાસજી, સેક્રેટરી જે.એન. દવે, ત્યાગવલ્લભદાસજી દ્વારા ગેરકાયદેસર રીતે સાધુ અને સાધ્વીઓને ગેરકાયદેસર ગોંધી રાખવામાં હોવાની દલીલ કરવામાં આવી હતી. જેને લઈ સ્વર્ગસ્થ સ્વામી હરિપ્રસાદજીના પર્સનલ સેક્રેટરી દ્વારા હેબિયસ કોર્પસ અરજી કરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.