અગમચેતી:VC ઓફિસના મુલાકાતીને ફોન બહાર મૂકવાની સૂચના

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
વડોદરા યુનિવર્સિટી - ફાઈલ તસવાર - Divya Bhaskar
વડોદરા યુનિવર્સિટી - ફાઈલ તસવાર
  • વીસી વિજય શ્રીવાસ્તવનો ફતવો
  • કોઇ રેકોર્ડિંગ કરે તેવા ભયે સૂચના આપી હોવાની ચર્ચા

ખાનગી યુનિ.માં વહીવટ કરીને આવેલા વીસી વિજય શ્રીવાસ્તવે મ.સ.યુનિ.માં નવો ફતવો બહાર પાડ્યો છે. જેમાં તેમની ઓફિસમાં આવતા મુલાકાતીઓને મોબાઇલ બહાર મૂકવા સૂચના અપાઈ છે. કોઇ રેકોર્ડિંગ કરી લે તેવા ભયથી મોબાઇલ બહાર મૂકવા સૂચના અપાઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

સરકારે ખાનગી યુનિ.માં વીસી તરીકે ફરજ બજાવતા વિજય શ્રીવાસ્તવની નિમણૂક મ.સ. યુનિવર્સિટીના વીસી તરીકે કરી છે ત્યારથી વિવિધ વિવાદો શરૂ થઇ ગયા છે. અધ્યાપકો, વિદ્યાર્થીઓ, સેનેટ, સિન્ડિકેટ સભ્યોમાં વીસી સામે અનેક મુદ્દાને લઇને રોષ જોવા મળી રહ્યો છે.

વીસી તરીકે કાર્યભાર સંભાળ્યા પછી વિજય શ્રીવાસ્તવ દ્વારા ખાનગી યુનિ.ની જેમ વહીવટ ચલાવી રહ્યા છે. જેના કારણે તેમની કાર્યપ્રણાલી સામે રોષ જોવા મળી રહ્યો છે. હવે તેમની કેબીનની બહાર મુલાકાતીએ મોબાઇલ લઈ જવો નહીં તેવી સૂચના લખાઈ છે.

અન્ય સમાચારો પણ છે...