આયોજન:રાહુલ ગાંધીના કાલના કાર્યક્રમમાં વોર્ડ દીઠ 50 કાર્યકર લઈ જવા સૂચના,ખર્ચ અંગે અસમંજસ

વડોદરા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે 5મીએ પરિવર્તન સંકલ્પ સંમેલન યોજાશે

5મીએ રાહુલ ગાંધી અમદાવાદ રિવરફ્રન્ટ ખાતેના પરિવર્તન સંકલ્પ સંમેલનમાં કાર્યકર્તાને સંબોધવાની સાથે ટિકિટો આપવા અંગે ચર્ચા કરશે. સંમેલનમાં વડોદરામાંથી વોર્ડ વાઇઝ 50 સભ્યો લઈ જવાનું નક્કી કરાયું છે. શહેર-જિલ્લામાંથી મોટી સંખ્યામાં કાર્યકર્તાને હાજર રાખવા કહેવાયું છે. બીજી તરફ કાર્યકર્તાને લાવવા-લઈ જવા માટે બસ તેમજ ખાવા-પીવાનો ખર્ચ કોણ આપશે તે અંગે અસમંજસ ફેલાઈ છે.

ચૂંટણીને ધ્યાનમાં રાખી રાહુલ ગાંધી 5મીએ અમદાવાદની મુલાકાત લેશે. જ્યાં રિવરફ્રન્ટ ખાતે મારું બૂથ-મારું ગૌરવ અને બૂથ દીઠ કાર્યકર્તાને પરિવર્તન સંકલ્પ સંમેલનમાં સંબોધિત કરશે. ઉપરાંત પ્રદેશ ઇલેક્શન કમિટી અને સ્ક્રીનની કમિટી પણ રાહુલ ગાંધી સાથેની બેઠકમાં ઉમેદવારોની પસંદગી માટેના માપદંડો નક્કી કરશે. કોંગ્રેસે ભાજપની જેમ બૂથ લેવલે કાર્યકર્તાને મજબૂત બનાવવાની કવાયત હાથ ધરી છે.

જેમાં વિસ્તારના જાણકાર, વફાદાર, મતદાર યાદીની સંક્ષિપ્ત માહિતી રાખનાર કાર્યકર્તાઓમાંથી 2 બૂથ યોદ્ધાની પસંદગી કરાશે. કાર્યક્રમમાં 19 વોર્ડ દીઠ 1 બસ ભરીને કાર્યકર્તાને લઈ જવાનું નક્કી કરાયું છે. તદુપરાંત જિલ્લામાંથી પણ કાર્યકર્તાને અમદાવાદ લઈ જવા સ્થાનિક આગેવાનોને કહેવાયું છે. જોકે કાર્યકર્તાને લાવવા-લઈ જવા બસ તેમજ ખાવા-પીવાનો ખર્ચ કોણ આપશે તે અંગે અસમંજસ ફેલાઈ છે. જેના કારણે નેતાઓ પણ નિરસ દેખાઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...